ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ - પટેલ કૉલોની વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ

જામનગર: શહેરમાં ગત થોડા દિવસોથી ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળે છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 6 લોકોના મોત થયાં છે. એવામાં, જિલ્લાની વિવિધ ટીમ દ્વારા જામનગરમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

ડોર ટુ ડોર સર્વે

By

Published : Oct 9, 2019, 7:28 PM IST

જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો જોવા મળતા જિલ્લા આરોગ્ય કર્મચારીઓ એક્શનમાં આવ્યા છે. મંગળવારે જી.જી. હોસ્પિટલમાં 90થી વધુ કેસ માત્ર ડેન્ગ્યુના નોંધાયા હતા. જેથી, જામનગરમાં આરોગ્ય ટીમ ડોર ટુ ડોર સર્વે કરી રહીં છે.

જામનગરમાં આરોગ્ય વિભાગ એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ

બુધવારે જામનગરમાં પટેલ કૉલોની વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોને પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં જે જગ્યાએ વરસાદી પાણી ભરાતા હોય, તે જગ્યાની સાફ સફાઇ અંગેની માહિતી આપવામાં આવી હતી.

ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ જામનગરમાં જોવા મળી રહી છે. જામનગરમાં અત્યાર સુધી 6 વ્યક્તિના મોત ડેન્ગ્યુના કારણે થયા છે. આમ ડેન્ગ્યુની જીવલેણ બીમારીએ જામનગર પંથકનો ભરડો લીધો છે. તથા રોજ દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને સ્વાઈન ફ્લૂના રોગને અટકાવવા માટે વિવિધ જિલ્લાની આરોગ્ય ટીમ હાલ પૂરજોશમાં કામગીરી કરી રહીં છે.

ABOUT THE AUTHOR

...view details