ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં જમાઇએ ઇટનાં ઘા ઝીંકી સસરાની કરી હત્યા - Srinathji Apartment

જામનગરમાં જમાઇએ ઇંટના ઘા ઝીંકીને સસરાની હત્યા કરી છે. પોતાના દીકરાના નવા ઘરના વાસ્તુનું આમંત્રણ આપવા માટે દીકરીના ઘરે ગયા હતા. પરંતુ છેલ્લા 8 વર્ષથી કોઇ પ્રકારના સંબંધ ના રાખ્યા હોવાથી જમાઇએ રોષે ભરાઇને સસરાની હત્યા કરી હતી.

જમાઇએ ઇટનાં ઘા ઝીંકી હત્યા સસરાની કરી હત્યા
જમાઇએ ઇટનાં ઘા ઝીંકી હત્યા સસરાની કરી હત્યા

By

Published : Feb 25, 2021, 12:53 PM IST

  • જામનગરમાં જમાઈએ ઇંટના ઘા ઝીંકીને કરી સસરાની હત્યા
  • દીકરાના ઘરના વાસ્તુનું આમંત્રણ આપવા ગયા હતા
  • પોલીસે જમાઇની શેધખોળ શરૂ કરી

જામનગર : તળાવની પાળ પાસે આવેલી દિગ્વિજય પ્લોટ શેરી નં.-12ના છેડે આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વિજય બી. ભટ્ટ પોતાની પુત્રી ફાલ્ગુનીના ઘરે પોતાના દીકરા સચીનભાઇના નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે આવેલા હતા. તે દરમિયાન જમાઇએ સસરાની હત્યા કરી હતી.

વાસ્તુ માટે સસરા આમંત્રણ આવ્યા હતા

મનિષભાઇ સુરેશચંદ્ર જાની અને વિજયબાઇના છેલ્લા આઠેક વર્ષથી પ્રસંગોપાત એક બીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર ન હતો. જેથી મનીષે તેની પત્નિ ફાલ્ગુનીબેનને વાસ્તુના પ્રસંગમાં જવા-દેવા માંગતા ન હતા. જે બાબતે આરોપી મનિષભાઇ જાનીએ વિજય ભાનુશકંરભાઇ ભટ્ટ સાથે બોલાચાલી કરીને માથાના ભાગે ઇંટના ઘા માર્યા હતા. જેથી તેઓને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

જમાઇએ ઇટનાં ઘા ઝીંકી હત્યા સસરાની કરી હત્યા
પોલીસે જમાઈની શોધખોળ શરૂ કરી

આ ઘટનાની જાણ 108ને કરવામાં આવી હતી. જો કે પરિજનો અને અન્ય સોસાયટીના લોકો એકઠા થઇ ગયા હતા. જોકે, પછીથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ PM માટે જી જી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ફરાર જમાઈની પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 8 વર્ષથી જમાઈ અને સસરા વચ્ચે અણબનાવ હતો અને એકાએક સસરા જમાઈ ના ઘરે આવતા જ જમાઈએ મોતને ઘાટ ઉતારી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details