ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા જામનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યૂઝિયમ - ક્રિકેટ

જામનગરના રમતવીરો દેશ અને વિદેશમાં ભારતનું નામ રોશન કરે તેવી પ્રેરણા મળે તે માટે જામનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. જામનગરમાં 3600 ચોરસ મીટર વિસ્તારમાં રૂ. 15 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યૂઝિયમ બનાવવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જામનગરને ક્રિકેટ જગતમાં વિશ્વખ્યાતિ અપાવનારા રણજિતસિંહજીનું નામ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ સાથે જોડીને તેને રણજિંતસિંહજી સ્પોર્ટ્સ મ્યૂઝિયમ તરીકેની આગવી ઓળખ અપાશે.

ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા જામનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યૂઝિયમ
ગુજરાતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા જામનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક સ્પોર્ટ્સ મ્યૂઝિયમ

By

Published : Jan 16, 2021, 12:46 PM IST

  • જામનગરમાં 3600 ચો. મીટરમાં નિર્માણ પામશે રણજિતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમ
  • રાજ્ય સરકાર રૂ. 15 કરોડના ખર્ચે બનાવશે અત્યાધુનિક સ્પોર્ટસ મ્યૂઝિયમ
  • ભારત અને ગુજરાતના નામાંકિત રમતવીરોની સિદ્ધિઓ-રમત ક્ષેત્રની ભારતની ગોલ્ડન મોમેન્ટસ્ પ્રદર્શિત કરાશે
  • આ મ્યૂઝિયમ રાજ્યની યુવા પેઢીને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડશે

જામનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમમાં ભારતની રમત-ગમત ક્ષેત્રની સ્વર્ણિમ ક્ષણો ગોલ્ડન મોમેન્ટસ અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. તેમણે આ મ્યૂઝિયમ અંગે જણાવ્યું કે, આ સંગ્રહાલયમાં ભારત દેશના અને ગુજરાતના રમતવીરોનો ગૌરવવંતો ઈતિહાસ તથા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં જન્મેલા નામાંક્તિ રમતવીરો રણજિતસિંહ (ક્રિકેટર), દિલિપસિંહજી (ક્રિકેટર) વગેરે તથા ગુજરાતના અન્ય નામાંક્તિ રમતવીરોની કારકિર્દી અને તેઓએ રમતમાં મેળવેલી સિદ્ધિઓની પ્રદર્શની દ્વારા ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ મેળવવા માટેની પ્રેરણા આપવાનો પ્રયાસ કરાશે.

આ મ્યૂઝિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાના સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશેઃ મુખ્યપ્રધાન

રણજિંતસિંહજી સ્પોર્ટસ મ્યૂઝિયમમાં આધુનિક ટેક્નોલોજી જેવી કે, થ્રી ડી પ્રોજેક્શન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલિટી, સેન્સર બેઝ્ડ સાઉન્ડ મેપિંગ, એલિગન્ટ એન્ડ એટ્રેક્ટિવ લાઈટિંગ સિસ્ટમ વગેરેથી દેશના રમત-ગમત ક્ષેત્રની ગૌરવગાથાની પ્રસ્તુતિથી હાલની પેઢીના યુવાનો રમત-ગમત પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવવા માટે પ્રેરિત થશે. દેશની રમત-ગમત ક્ષેત્રે (Golden Moments) સ્વર્ણિમ ક્ષણો અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા આ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સ્પોર્ટસ મ્યૂઝિયમ એક આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રસિદ્ધ સંગ્રહાલય તરીકે આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details