- સરકારી કર્મચારીઓએ લોકશાહીના પર્વની હોંશભેર કરી ઉજવણી
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે અપાયા મત
- ખાસ સ્ટાફ કરવામાં આવ્યો હતો તૈનાત
જામનગર: પ્રથમ ચરણનું મતદાન જામનગરમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જામનગર શહેરના 7 રસ્તા પાસે આવેલા એમ. પી. શાહ કોમર્સ કોલેજ ખાતે સવારથી જ જુદા-જુદા ચાર બૂથોમાં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેના માટે ખાસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
એમ. પી. શાહ કોલેજમાં યોજાયું મતદાન કોવિડ ગાઈડલાઈનનું કરવામાં આવ્યું પાલન જામનગર જિલ્લામાં આગામી રવિવારે ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીની કામગીરીમાં લાગેલા પટાવાળાથી લઈ અધિકારીઓ સુધીના કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાઇ હતી. સવારથી જ સોશિયલ ડિસ્ટન્સ અને ચૂંટણીપંચની ગાઇડલાઇન અનુસાર મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.
એમ. પી. શાહ કોલેજમાં યોજાયું મતદાન જામનગરમાં એમ. પી. શાહ કોલેજમાં યોજાયું મતદાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડ્યો હતો અને આ મતદાન મથકના ચારેય બૂથો પર મતદાતાઓ મતદાન માટે ઉમટી પડ્યા હતા. જામનગર મહાનગરપાલિકાના 16ની 64 બેઠકો માટે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં 236 ઉમેદવારો મેદાને છે.
જામનગરમાં સરકારી કર્મચારીઓએ કર્યું મતદાન સરકારી કર્મચારીઓએ મત આપીને લોકશાહીના પર્વને હોંશભેર વધાવ્યો ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ પોતાના જનાદેશ અને પસંદગીના ઉમેદવારને બેલેટ પેપરના માધ્યમથી મત આપીને લોકશાહીના પર્વને હોંશભેર વધાવ્યો હતો.