ગુજરાત

gujarat

ETV Bharat / city

ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી

ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકને 9મી ઑગસ્ટના રોજ આશરે 12.15 કલાકે જખૌથી દક્ષિણ-પશ્ચિમ 36 NM દૂર 8 ખલાસીઓ ધરાવતી IFB હર્ષદનું એન્જિન બંધ પડી ગયા અંગેનો VHF કોલ પ્રાપ્ત થયો હતો. તેમજ અન્ય એક IFB અલ લાબ્બેકને પણ મદદની જરૂર હોવાનો સંદેશો મળતા ICG દ્વારા બંને બોટ ટો કરી મદદ પૂરી પાડવામાં આવી હતી.

ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી
ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી

By

Published : Aug 10, 2020, 10:03 PM IST

જામનગર: ભારતીય તટરક્ષક દળના જહાજ સમુદ્ર પાવકને 9મી ઑગસ્ટના રોજ આશરે 12.15 કલાકે જખૌથી દક્ષિણ-પશ્ચિમ 36 NM દૂર 8 ખલાસીઓ ધરાવતી IFB હર્ષદનું એન્જિન બંધ પડી ગયા અંગેનો VHF કોલ પ્રાપ્ત થયો હતો. તોફાની દરિયા અને ભારે પવનની સ્થિતિમાં ICGનું જહાજ ખૂબ જ ઝડપથી ઘટનાની ગંભીરતા સમજીને તે સ્થાન પર પહોંચી ગયું હતું.

ICGએ ગુજરાતના દરિયામાં ‘હર્ષદ’ અને ‘અલ લાબ્બેક’ બોટમાં ફસાયેલા 15 માછીમારોની સહાયતા કરી

માછીમારી માટે વપરાતી બોટ ‘હર્ષદ’ દ્વારા એન્જિન બંધ પડી ગયા બાદ ICG પાસેથી મદદ માંગવામાં આવી હતી. તોફાની બનેલા દરિયાને ધ્યાનમાં રાખીને બોટને જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન જખૌથી દક્ષિણ-પશ્ચિમ 26 nm સ્થિત વધુ એક માછીમારીની બોટ IFB અલ લાબ્બેક માછીમારીની જાળમાં પ્રોપલર ફસાઇ જવાના કારણે સહાયતા માટે VHF કોલ દ્વારા જહાજનો સંપર્ક કર્યો હતો. આ બોટ ઉપર છ ખલાસીઓ સવાર હતા. ત્યારબાદ IFB અલ લાબ્બેકને પણ જહાજ સાથે ટો કરી દેવામાં આવી હતી અને બન્ને IFBને સલામત સ્થાને દોરી જવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ, IFB હર્ષદ અને IFB અલ લાબ્બેકને IFB અલ બદરી દ્વારા 15 ખલાસીઓ સાથે સુપરત કરવામાં આવી હતી, જેની ગોઠવણ બોટના માલિક દ્વારા જખૌ બંદર સુધી ટોઇંગની સહાયતા માટે કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details