ગુજરાત

gujarat

By

Published : Jan 19, 2022, 4:35 PM IST

ETV Bharat / city

High auction of caraway seeds : હાપા યાર્ડ હરાજીમાં અજમાનો રાજ્યમાં સૌથી ઊંચો ભાવ રૂ. 7000 બોલાયો

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં અજમાની હરાજી થઇ હતી. જેમાં રાજ્યમાં સૌથી ઊંચો પ્રતિ મણનો રૂ. 7000નો ભાવ (Ajma auction at Hapa Market Yard) બોલાયો હતો. આથી ખેડૂતો (High auction of caraway seeds) પણ ખુશખુશાલ થઈ ગયાં હતાં.

High auction of caraway seeds : હાપા યાર્ડ હરાજીમાં અજમાનો રાજ્યમાં સૌથી ઊંચો ભાવ રૂ. 7000 બોલાયો
High auction of caraway seeds : હાપા યાર્ડ હરાજીમાં અજમાનો રાજ્યમાં સૌથી ઊંચો ભાવ રૂ. 7000 બોલાયો

જામનગરઃ જામનગરને અજમાના વેચાણ માટે મુખ્ય મથક ગણાવામાં આવે છે. આજે હાપા માર્કેટ યાર્ડમાં અજમાની હરાજી થતા રાજ્યમાં સૌથી ઊંચો પ્રતિમણનો રૂ.7000નો ભાવ (High auction of caraway seeds) બોલાયો હતો. આથી ખેડૂતો પણ ખુશખુશાલ જણાયા હતાં.

યાર્ડના ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ હરાજીમાં બોલાયો

જામનગરના હાપા માર્કેટ યાર્ડને અજમાનું પીઠુ ગણવામાં આવે છે. રાજ્યભરમાં અજમાના ભાવો પણ જામનગરને ધ્યાનમાં રાખીને નક્કી થયા હોય છે. જ્યારે આજે હાપા માર્કેટ યાર્ડમાં અજમાની હરાજીમાં (Ajma auction at Hapa Market Yard) એક મણનો ભાવ રૃા.7000નો (High auction of caraway seeds) બોલાયો હતો. જે રાજ્યમાં સૌથી ઊંચો હતો. આજે યાર્ડમાં 1937 ગુણી અજમાની આવક થઇ હતી.

યાર્ડના ઇતિહાસમાં સૌથી ઉંચો ભાવ હરાજીમાં બોલાયો

પંદર દિવસ પહેલા પાંચ હજાર ભાવ હતો

15 દિવસ પહેલા જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં (Ajma auction at Hapa Market Yard) અજમાનો ભાવ 5000 હતો. જેમાં સતત ઉછાળો (High auction of caraway seeds) જોવા મળી રહ્યો છે ખાસ કરીને વધુ પડતા વરસાદના કારણે અજમાનું વાવેતર ખૂબ ઓછું થયું છે. તો જામનગરમાં અન્ય જિલ્લાના ખેડૂતો પણ અજમો લઈને આવી રહ્યા છે જેને સારો ભાવ મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Agriculture Minister Raghavji Patel : યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે

હજુ પણ ભાવ ઊંચો મળે તેવી શક્યતા

હજુ પણ અજમાના ભાવ ઊંચા બોલે (High auction of caraway seeds) તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે ઓછું વાવેતર હોવાના કારણે અજમાની સતત હરાજીમાં માંગ (Ajma auction at Hapa Market Yard) વધી રહી છે અને ખેડૂતો પણ અન્ય જિલ્લામાંથી અજમાના પાકને લઈ આપવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Election of Jamnagar Hapa Market Yard: પ્રવિણસિંહ ઝાલા, જમનભાઇ ભંડેરી બિન હરીફ ચૂંટાયા

ABOUT THE AUTHOR

...view details