ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં કોરોનાને લઇ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠક યોજી - જામનગર કોરોના અપડેટ

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે સોમવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગરમાં જે પ્રકારે કોરોના પોઝિટિવ કેસની વધતી સંખ્યાને કારણે અગ્ર સચિવ સમીક્ષા બેઠક યોજી હતી.

jamnagar corona update
જામનગર ન્યૂઝ

By

Published : Jul 13, 2020, 9:38 PM IST

જામનગરઃ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી સરેરાશ દરરોજ 11થી 15 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. જામનગરમાં અત્યાર સુધીમાં 358 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જામનગરમાં કોરોનાને લઇ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠક યોજી

જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અગ્ર સચિવ જયંતિ રવિએ જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને આગામી દિવસોમાં ડેન્ગ્યૂના કેસ વધી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરી હતી.

જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 9 થયો છે. તેમાં વૃદ્ધની સંખ્યા વધુ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details