ગુજરાત

gujarat

ETV Bharat / city

ધ્રોલની બાવની નદીમાં "સૌની"ના નીર આવતાં ગ્રામજનોમાં ખુશી - Punam Madam

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની બાવની નદીમાં "સૌની" યોજનાના નીર આવતાં આસપાસના ગામોના ગ્રામજનોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સંસદસભ્ય પૂનમબહેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધ્રોલની બાવની નદીમાં "સૌની" ના નીર આવતાં ગ્રામજનોમાં ખુશી
ધ્રોલની બાવની નદીમાં "સૌની" ના નીર આવતાં ગ્રામજનોમાં ખુશી

By

Published : Jun 6, 2020, 1:21 PM IST

જામનગરઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણીના પ્રશ્નોને લઇને સંસદસભ્ય પૂનમબહેન માડમે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. તે રજૂઆતનો પ્રતિસાદ આપવામાં આવતાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાની બાવની નદીમાં "સૌની" યોજનાનું પાણી છોડવામાં આવ્યુ છે. આ પાણી છોડવામાં આવતાં આજુબાજુના ગામો માટે પીવાના પાણી અને સિંચાઇ માટે સુવિધા થઇ હોય આસપાસના ગામોના ગ્રામજનોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સંસદસભ્ય પૂનમબહેન માડમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધ્રોલની બાવની નદીમાં "સૌની" ના નીર આવતાં ગ્રામજનોમાં ખુશી

ABOUT THE AUTHOR

...view details