જામનગર : રાજ્યમાં કોરોના વાયરસ બાદ હવે લમ્પી વાયરસે કાળો (Gujarat Lumpy Virus) કહેર મચાવ્યો છે. રાજ્યના લગભગ દરેક જિલ્લામાં લમ્પીએ પગપેસારો કરી લીધો છે. જેને કારણે ગાયોનો મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું લમ્પી વાયરસના કારણે (Lumpy Virus Drinking Cow Milk) ગાયનું દુધ પિવાય કે ના પીવાય? જેને લઈને પશું ડોક્ટરે વિસ્તાર પૂર્વ ETV Bharat સાથે વાતચીત કરી છે.
લપીગ્રસ્ત ગાયનું દૂધ પીવું કે ના પીવું ? આ પણ વાંચો :લમ્પી ઈન્ફેક્ટેડ પશુનું દૂધ પી શકાય? પશુ નિયામકે કરી મોટી ચોખવટ
દૂધ પીવું કે ના પીવું - પશુ ડોક્ટર અમિત કાનાણી જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો લમ્પીથી ડરી રહ્યાં છે. જોકે જે ગાયને લમ્પી હોય તમને એક તો દૂધ આવતું જ બંધ થઈ જાય છે. દૂધ આવતું હોય તો પણ ઓછું આવે છે. જોકે, લોકોએ ડરવાની જરૂર નથી કારણ કે ગાયનું દૂધ ગરમ કરી અને પીવું જોઈએ જેના કારણે લોકોને કોઈ આડ અસર નહીં થાય. જામનગર પંથકમાં લમ્પી બેકાબુ બન્યો છે. 800 જેટલી ગાયોના અત્યાર સુધીમાં મૃત્યુ નીપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર પંથકમાં ગાયોનું રસીકરણ (Vaccination of cows) ઉરદોશમાં કરવામાં આવી રહ્યું છે છતાં પણ હજુ ગાયોના મૃત્યુ ટપોટપ થઈ રહ્યા છે.
આ પણ વાંચો :લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ નુકશાન કારક નહીં, દૂધને ઉકાળવાથી સુરક્ષિત થાય
દૂધ ભરાવાનું પ્રમાણ - ડોક્ટર અમિત કાનાણી વધુમાં જણાવ્યું હતું કે, લમ્પી ગ્રસ્ત (Lumpy virus in Jamnagar) ગાયનું દૂધ ગરમ કરીને લોકોએ પીવું જોઈએ. જોકે જે ગાયને લમ્પી હોય તેનું દૂધ પીવાથી કોઈ આડઅસર થતી નથી માટે લોકોએ (Cow Death from Lumpy Virus) ડરમાં રહેવું ન જોઈએ. ઉલ્લેખનીય છે કે, જ્યાંથી પશુઓમાં લમ્પી વાઇરસ ફેલાયો છે, ત્યારથી દૂધની આવક પણ ઘટી છે મોટાભાગની ડેરીઓમાં દૂધ ભરાવાનું જે પ્રમાણ હતું તે ઘટ્યું છે.