ગુજરાત

gujarat

ETV Bharat / city

યાર્ડમાં મગફળીના સૌથી ઉંચા ભાવ બોલતા ખેડૂતો ખુશખુશાલ

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની હરાજીમાં (Groundnut Price in Jamnagar) ખેડૂતોને સારા ભાવ મળતા હરખની હેલી જોવા મળી હતી. તો બીજી તરફ મગફળીના સારા ભાવના કારણે અન્ય ખેડૂતો પણ મગફળી હાપા યાર્ડમાં વેંચવા માટે આકર્ષિત થયા હતા. (Jamnagar Hapa Marketing Yard)

યાર્ડમાં મગફળીના સૌથી ઉંચા ભાવ બોલતા ખેડૂતો ખુશખુશાલ
યાર્ડમાં મગફળીના સૌથી ઉંચા ભાવ બોલતા ખેડૂતો ખુશખુશાલ

By

Published : Oct 12, 2022, 2:56 PM IST

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક છેલ્લા 15 દિવસથી (Groundnut Price in Jamnagar) શરૂ થવા પામી છે. જેમાં આજે સવારે આરંભાયેલી હરરાજીમાં મગફળીના ગુજરાતભરમાં સૌથી ઉંચા ભાવ 1710 બોલાયા હતા. ખોજાબેરાજાના ખેડુતની 150 ગુણી મગફળીનો જથ્થો વેચાયો હતો. તો અન્ય ખેડુતોની મગફળીની કિંમત પણ સારી પ્રાપ્ત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. સારા ભાવના કારણે અન્ય ખેડૂતો પણ મગફળી હાપા યાર્ડમાં વેંચવા માટે આકર્ષિત થયા હતા. (Jamnagar Hapa Marketing Yard)

જામનગર યાર્ડમાં મગફળની આવક

મગફળીના ઉંચા ભાવ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં થતી હરાજીમાં ગત વર્ષે મગફળીના સૌથી ઉંચા ભાવ 1665 નોંધાયા હતા. તો ચાલુ સિઝનમાં છેલ્લા 15 દિવસથી નવી મગફળીની આવક શરૂ થવા પામી છે. જેને લઈને ખેડૂતો મગફળીનો (Groundnut income in Jamnagar yard) જથ્થો લઇ હાપા માર્કેટીંગ યાર્ડમાં આવી રહ્યા છે. જેમાં આજે ખોજા બેરાજાના ખેડુત સવજી નાનજીભાઇ ભંડેરી પણ તેમની મગફળી યાર્ડમાં લાવ્યા હતા. યાર્ડમાં મગફળીની હરરાજીની શરૂઆત થતાં તેઓની મગફળીના ભાવ સૌથી ઉંચા 1710 મળ્યા હતા. (Groundnut prices in Jamnagar yard)

અન્ય યાર્ડમાં બાબત પ્રકાશવામાં આવી મગફળીના સૌથી ઉંચા ભાવ રહ્યા બાદ ગુજરાતના અન્ય યાર્ડમાં થતી (Groundnut Auction at Jamnagar Yard) હરાજીમાં આ બાબત પ્રકાશમાં આવી હતી. આમ હાપા યાર્ડમાં ગત વર્ષે પણ ખેડૂતોને સૌથી ઉંચા ભાવ મળ્યા હતા અને આજે શરૂ થયેલી હરાજીમાં ખેડૂતોની જણસના ભાવ હાયેસ્ટ રહ્યા હતા. ખેડૂતોને ઉંચા ભાવ મળતા અન્યધરતીપુત્ર પણ મગફળીનો જથ્થોહાપા યાર્ડમાં વેંચવા માટે આકર્ષિત થયા છે. હાપા યાર્ડમાં આજે આરંભાયેલી હરરાજીમાં ખેડુતની અંદાજીત 275 મણ મગફળીનો જથ્થો કમિશન એજન્ટ લવજી દામજી રહ્યા હતા. ખરીદનાર પાબારી એન્ડ કંપની રહેવા પામી હતી તેમ હાપા યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું. (Highest Price of Groundnut in Jamnagar Yard)

ABOUT THE AUTHOR

...view details