ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ - જામનગર મહાનગરપાલિકા

જામનગર: મહાનગરપાલિકામાં મંગળવારે જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં વિરોધ પક્ષે વિવિધ સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન આઠ જેટલા ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી

By

Published : Nov 19, 2019, 11:50 PM IST

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં વિપક્ષે ડેન્ગ્યુને લઇ શાસક પક્ષને આડે હાથ લીધું હતું. વિપક્ષે આરોપ લગાવ્યો કે, શાસક પક્ષ દ્વારા ડેન્ગ્યુને કાબુમાં લેવાના કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.

જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી

જનરલ બોર્ડની મીટિંગમાં સફાઈ કર્મચારીઓને સેટઅપમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો, ઉપરાંત 180 જેટલા નવા કર્મચારીની ભરતી અંગે જાણ કરવામાં આવી. જેથી સફાઈ કર્મચારીએમાં આનંદ પ્રસરી ગયો હતો.

મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં શાસક પક્ષ અને વિપક્ષની નોક-જોક સાથે સાથે 8 જેટલા ઠરાવ પણ પાસ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details