- ઇન્ડિયન મેડિકલ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે જામનગરની જી.જી.હોસ્પિટલના તબીબની વરણી
- જામનગરની કોવિડ હોસ્પિટલની પેથોલોજીની લેબમાં ફ્રીમાં દર્દીઓની સારવાર
- ડો. વિજય પોપટે જામનગરનું ગૌરવ વધાર્યું
જામનગરની પેથોલોજીની લેબમાં 10 હજાર જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના લોહીની વિનામૂલ્યે તપાસ - Dr.Vijay popat
જામનગરની કોવિડ હોસ્પિટલની પેથોલોજીની લેબમાં 10 હજાર જેટલા કોરોનાગ્રસ્ત તથા કોરોના માટે શંકાસ્પદ દર્દીઓની તપાસ કરલામાં આવી હતી. કોરોનાગ્રસ્ત તથા કોરોના માટે શંકાસ્પદ દર્દીઓના લોહીની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.
જામનગરઃ જામનગરની કોવિડ હોસ્પિટલની પેથોલોજીની લેબમાં 10 હજાર જેટલા કોરોનાગ્રસ્ત તથા કોરોના માટે શંકાસ્પદ દર્દીઓની તપાસ કરલામાં આવી હતી. કોરોનાગ્રસ્ત તથા કોરોના માટે શંકાસ્પદ દર્દીઓના લોહીની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી.
ઇન્ડિયન મેડિકલ એસો.ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે જામનગરની જી.જી.હોસ્પિટલના તબીબની વરણી
જામનગરની જી.જી.હોસ્પિટલના પેથોલોજી વિભાગના વડા પ્રોફેસર ડૉ.વિજય પોપટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેડિકલ ફેકલ્ટીના ડીન છે, આ સાથે તેઓ જામનગરની જીલ્લા કોવિડ હોસ્પિટલની તમામ લેબોરેટરી સર્વિસિઝના વડા પણ છે. તેમની રાહબરી હેઠળ 24 કલાક લેબોરેટરી સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉપરાંત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે તેમની તાજેતરમાં જ વરણી થઇ છે. જે જામનગર જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
- દર્દીના રોગની તપાસ થાય છે. તેમના રોગની માત્રા કેટલી છે, બિમારી ગંભીર છે કે નહી તેની તપાસ કરવામાં આવે છે. પેથોલોજી વિભાગના આ પરિક્ષણના આધારે તબીબો દ્વારા યોગ્ય નિર્ણય લઇ સારવાર કરવામાં આવે છે.
- કોરોનાની આ મહામારી દરમિયાન 10 હજાર જેટલા શંકાસ્પદ લક્ષણો ધરાવતા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓના બ્લડની તપાસ પેથોલોજી વિભાગમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી.
જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલમાં બીજા માળે પેથોલોજીની લેબ શરૂ કરવામાં આવી છે.
- જે ચોવીસ કલાક કાર્યરત રહે છે. ત્યાં શિફટ ડયુટીમાં પેથોલોજીનો સ્ટાફ ફરજ બજાવે છે. પેથોલોજી વિભાગમાં 20 ડોકટર્સ પૈકી ડો.વિજય પોપટ, ડો. શમીમ શેખ, ડો.ધારા ત્રિવેદી, ડો.ભરત ભેટારિયા, ડો.અલ્પેશ ચાવડા, ડો.ભાર્ગવ રાવલ અને અને 21 રેસિડન્ટ ડોકટર્સ, ટેકનીશ્યન્સ સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.