- પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ કરી etv ભારત સાથે ખાસ વાતચીત
- કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી
- કોંગ્રેસે પ્રથમ યાદીમાં 27 ઉમેદવારના નામ જાહેર કરાયા
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે, ત્યારે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 27 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ નામમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીનું નામ પણ આવ્યું છે.
જામનગર કોર્પોરેશન ઇલેક્શન: પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ કરી etv ભારત સાથે ખાસ વાતચીત અલ્તાફ ખફીએ etv ભારત સમક્ષ કરી વાત
કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી કોર્પોરેશન સત્તાથી દૂર છે. આ વખતે કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસ પુરા જોમ જુસ્સાથી ચૂંટણી લડશે જો કે ગત કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 16 કોર્પોરેટર વિજેતા બન્યા હતા, ત્યારે આ વખતે ચૂંટણીમાં 64માંથી 40 ઉમેદવાર ચૂંટણીમાં વિજેતા બનશે. તેવો આશાવાદ પૂર્વ વિરોધ પક્ષના નેતા સેવી રહ્યા છે.
સી આર પાટીલની જાહેરાત પર શું બોલ્યા વિરોધ પક્ષના નેતા
સી આર પાટીલ દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી જામનગર ભાજપમાં હડકપ મચી ગયો હતો. 60 વર્ષ મોટી ઉંમરના વ્યક્તિને ટિકિટ નહિ મળે તો ત્રણ ટર્મ કોર્પોરેટર રહેલા કોર્પોરેટરના પત્તા પણ કપાશે. જો કે વિરોધ પક્ષના નેતાએ ચૂંટણી લક્ષી સ્ટંટ હોવાનું કહ્યું છે. જામનગરમાં ભાજપ ત્રણ ટર્મ પૂર્ણ કરેલા ઉમેદવારોને ટિકિટ આપશે.