- રેશમા પટેલ સાથે ETV ભારત સાથે ખાસ વાતચિત
- વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપશે NCP
- આગામી સમયમાં પાટીદાર ફેક્ટર સાબિત થશે મહત્વનું
NCP પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ રેશમા પટેલે કરી ETV ભારત સાથે વાતચીત : આગામી દિવસોમાં ભાજપને હરાવવા માટે તમામ મોરચે રણનીતિ ઘડી - undefined
રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને દરેક પક્ષે પોતાની કમર કસવાનું શરૂ કરી દીધું છે ત્યારે ETV ભારતે NCPના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ સાથે વાતચિત કરી હતી.
NCPના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલે આજે ETV ભારત સાથે વાતચીત કરી હતી આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને રેશ્મા પટેલે સ્પષ્ટ અભિપ્રાય સાથે જણાવ્યું હતું કે રાજ્યમાંથી ભાજપના કુશાસનને દૂર કરવા માટે તમામ મોરચે NCP અને તેના સાથીદાર કોંગ્રેસ દ્વારા ગઠબંધન થશે જેને લઇને તમામ રાજકીય શક્યતાઓને આગામી દિવસોમાં પાર્ટીનું સર્વોચ્ચ નેતૃત્વ આખરી ઓપ આપશે જેના પર આગામી ચૂંટણી લક્ષી રણનીતિ બનાવીને વિઘટન કરી ભાજપની સરકારને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સવાલ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીનું ભવિષ્ય શું હશે અને કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે ?
જવાબ:પાછલા કેટલાય વર્ષોથી ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ચાલી રહ્યું છે જે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે વાત રહી વિધાનસભાની કેટલી બેઠક પર એનસીપીના ઉમેદવારો ચૂંટણી લડશે તેને લઈને કોંગ્રેસ અને એનસીપીના સર્વોચ્ચ નેતા ઓ ચૂંટણીલક્ષી ગઠબંધન જાહેર કરશે ત્યાર બાદ ચોક્કસ સીટના ઉમેદવારોની જાહેરાત થશે
સવાલ : મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સંયુક્ત સરકાર ચલાવી રહી છે મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને કેવા રાજકીય સમીકરણો જોવા મળશે ?
જવાબ : મહારાષ્ટ્રમાં જે પ્રકારની સરકાર ચાલી રહી છે જનહિતના કામો ને લઈને સરકાર સારું કામ કરી રહી છે આજ પ્રકારની રણનીતિ અને સરકારના કામ કરવાની જે દિશા છે તેને લઈને પણ આગામી દિવસોમાં કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત ગઠબંધનથી સરકાર ચલાવવા થી લઈને ચૂંટણી લડવા સુધીની રણનીતિ પક્ષનું સર્વોચ્ચ નેતૃત્વ જે આદેશ કરશે તે મુજબ તેઓ કામ કરવા માટે પ્રતિબધ્ધ છે