ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં પ્રચાર પડઘમ થયા શાંત, બેનર હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યાં - Jamnagar Municipal Corporation

જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શુક્રવારે 5 વાગતા જ પ્રચાર પડઘમ શાંત થયા છે. જામનગર શહેરમાં કુલ 16 વોર્ડમાં 64 ઉમેદવારો માટે ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે.

જામનગરમાં પ્રચાર પડઘમ થયા શાંત
જામનગરમાં પ્રચાર પડઘમ થયા શાંત

By

Published : Feb 19, 2021, 5:41 PM IST

  • જામનગરમાં પ્રચાર પડઘમ થયા શાંત
  • રાજકિય પાર્ટીઓએ લગાવેલા બેનર તેમજ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યાં
  • કુલ 16 વોર્ડમાં ચૂંટણી માટે મતદાન યોજાશે

જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શુક્રવારે 5 વાગતા જ પ્રચાર પડઘમ શાંત થયા છે. જામનગર શહેરમાં વિવિધ રાજકિય પાર્ટીઓએ લગાવેલા બેનર તેમજ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યાં છે. ખાંસ કરીને લાલ બગલા સર્કલ, હવાઈ ચોક, સુપર માર્કટ, સાત રસ્તા સહિતની જગ્યા પર વીવિધ પાર્ટીઓએ બનેર લગાવ્યાં છે, જોકે, ચૂંટણીની આચાર સહિતા મુજબ તમામ પાર્ટીઓએ બેનર હટાવી લીધા છે.

જામનગર મહાનગરપાલિકા

જામનગરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન

જામનગરમાં આમ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને એનસીપી એ પણ પ્રથમ વખત જામનગરમાં ભાગ્ય અજમાવ્યુ છે. જામનગરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું છે શાસન અને કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકામાં છે.

જામનગર મહાનગરપાલિકા

ABOUT THE AUTHOR

...view details