ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના દરેડ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામની જિલ્લા SP-કલેક્ટરે લીધી મુલાકાત

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા ગેરકાદયેસર બાંધકામ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર 200 જેટલી ખોલી બનાવવામાં આવી છે. આ ખોલીઓમાં 2 હજાર જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. બે દિવસ પહેલા જ સ્થાનિકોએ અન્ન અને પૂરવઠા પ્રધાન હકુભા જાડેજાને આવેદનપત્ર આપી ખોળીનું ડિમોલેશન અટકાવવા રજૂઆત કરી હતી.

જામનગરના દરેડ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામની જિલ્લા SP-કલેક્ટરે લીધી મુલાકાત
જામનગરના દરેડ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામની જિલ્લા SP-કલેક્ટરે લીધી મુલાકાત

By

Published : Jan 13, 2021, 1:15 PM IST

  • જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામની કલેક્ટર-SPએ લીધી મુલાકાત
  • જામનગરના દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર 200 જેટલી ખોલી બનાવવામાં આવી છે
  • જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે ગેરકાયદેસર બનાવેલી ખોલી નકશામાં પણ જોઈ
    જામનગરના દરેડ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામની જિલ્લા SP-કલેક્ટરે લીધી મુલાકાત

જામનગરઃ જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર અને જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની ટીમે એકસાથે દરેડ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં બંને અધિકારીઓએ ગેરકાયદેસર બનાવવામાં આવેલી ખોલીઓને નકશામાં પણ જોઈ હતી. જોકે, જામનગર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે અને દરેડમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામો રાતોરાત ખડકી દેવામાં આવ્યા છે.

જામનગરના દરેડ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામની જિલ્લા SP-કલેક્ટરે લીધી મુલાકાત
શિયાળામાં તેમના ઘર તોડવામાં આવશે તો તેઓ હેરાન થશેઃ સ્થાનિકો

હાલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે ઠંડીમાં ઠુઠવાઈને લોકોના મોત પણ થઈ રહ્યા છે ત્યારે દરેડમાં રહેતા સ્થાનિકોએ રજૂઆત કરી છે કે, શિયાળામાં તેમના ઘરો તોડવામાં આવશે તો નાના બાળકોને લઈ ક્યાં જશે.

જામનગરના દરેડ વિસ્તારના ગેરકાયદેસર બાંધકામની જિલ્લા SP-કલેક્ટરે લીધી મુલાકાત

સ્થાનિકોએ ડિમોલિશન અટકાવવા રાજ્યપ્રધાનને પણ કરી હતી રજૂઆત

જોકે, સ્થાનિકોએ આ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન અટકાવવા સ્થાનિક નેતા અને રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત પણ કરી હતી

ABOUT THE AUTHOR

...view details