ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના લાખાબાવળમાં જૂનું PHC સેન્ટર ખંડેર હાલતમાં ફેરવાયું, નવીનીકરણની ઉઠી માગ

જામનગરથી 12 કિલોમીટર દૂર આવેલા લાખાબાવળમાં આમ તો રાજ્ય સરકારે નવું પીએચસી સેન્ટર બનાવ્યું છે. જોકે જૂના પીએચસી સેન્ટરની હાલત જર્જરિત છે, જ્યાં આવારા તત્વોનો અડ્ડો બની જતાં નવીનીકરણની માગ ઉઠી છે.

જામનગરના લાખાબાવળમાં જૂનું PHC સેન્ટર ખંડેર હાલતમાં ફેરવાયું, નવીનીકરણની ઉઠી માગ
જામનગરના લાખાબાવળમાં જૂનું PHC સેન્ટર ખંડેર હાલતમાં ફેરવાયું, નવીનીકરણની ઉઠી માગ

By

Published : Mar 6, 2021, 6:21 PM IST

  • લાખાબાવળમાં જૂનું PHC સેન્ટર ખંડેર હાલતમાં
  • જૂનું પીએચસી સેન્ટર બન્યું આવારા તત્વોનો અડ્ડો
  • નવીનીકરણ કરવાની માગ ઉઠી

જામનગરઃ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયેલા મનજીભાઈ વાઘેલાએ માગણી કરી છે કે રાજ્ય સરકારે જૂનું પીએચસી સેન્ટર તોડી પાડવું જોઇએ અને તેની જગ્યાએ બિલ્ડિંગનું નવીનીકરણ કરવું જોઈએ. કારણ કે અહીં જૂનાં પીએચસી સેન્ટરમાં આવારા તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો છે. તેમજ રખડતાં ઢોર પણ અહીં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ગંદકીના ગંજ પણ ખડકાયેલા જોવા મળે છે.

પીએચસી સેન્ટરમાં આવારા તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો છે. તેમજ રખડતાં ઢોર પણ અહીં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે

આ પણ વાંચોઃ જામનગરના નાઘેડીમાં બેન્ક અને ATMમાં ચોરીનો પ્રયાસ

અન્ય કોઈ સરકારી કચેરી તરીકે ઉપયોગ કરવો જોઈએ

લાખાબાવળમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે નવા બિલ્ડિંગમાં હાલ ગ્રામજનોને આરોગ્યની તમામ સુવિધા આપવામાં આવી રહી છે. તેથી જૂના બિલ્ડિંગને તોડી પાડવું જોઇએ અને તેની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવી કોઈપણ સરકારી કચેરીમાં ઉપયોગ કરવો જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

ABOUT THE AUTHOR

...view details