ગુજરાત

gujarat

ETV Bharat / city

CR Patil In Madhavpur Fair: શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ, માફી માંગવા કહ્યું - ગુજરાત ભાજપ પ્રમુખ

માધવપુરના મેળામાં (CR Patil In Madhavpur Fair) ભગવના શ્રીકૃષ્ણ અને સુભદ્રાને લઇને પાટીલની ટિપ્પણીથી જામનગરનો આહીર સમાજ નારાજ થયો છે. આહીર સમાજના લોકો સીઆર પાટીલ માફી માંગે તેવી માંગ કરી રહ્યા છે.

શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ
શ્રી કૃષ્ણ અને સુભદ્રાને લઇને કરેલી પાટીલની ટિપ્પણીથી આહીર સમાજ નારાજ

By

Published : Apr 13, 2022, 8:00 AM IST

જામનગર: ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી ચર્ચામાં આવ્યા છે. પોરબંદરના માધવપુરના મેળા (CR Patil In Madhavpur Fair)ના કાર્યક્રમમાં સી.આર.પાટીલે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની બહેન સુભદ્રાને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ વિવાદાસ્પદ નિવેદન બાદ જામનગર આહીર સમાજ (Aheer Community Jamnagar)માં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં આહીર સમાજના યુવકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યો છે.

યુવકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યો

આહીર સમાજમાં નારાજગી-મળતી વિગત અનુસાર, એક માધવપુરના મેળા (Madhavpur Fair 2022)ના કાર્યક્રમમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું કહ્યું હતું. આ નિવેદનને લઇને આહીર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બંને ભાઈ-બહેન થાય છે. આહીર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ગુજરાત ભાજપ અધ્યક્ષ (Gujarat BJP President) સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો:Madhavpur Fair 2022 : માધવપુરના મેળામાં પાટિલ ભાઉની લપસી જીભ, જાણો શું બોલી ગયા?

પાટીલે જાહેરસ્થળો પર બફાટ કર્યો-જામનગરના આહીર યુવક સંજયભાઈ ચેતરીયાએ જણાવ્યું કે, જો સી.આર.પાટીલ ભગવાન શ્રીકૃષ્ણને સુભદ્રા વિશે કરેલી ટિપ્પણી મુદ્દે માફી નહીં માંગે તો આહીર સમાજ તેમનું ગમે ત્યાં સ્વાગત કરશે, કારણ કે સી.આર. પાટીલ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કાંઈ જાણતા નથી અને તેમણે જાહેર સ્થળો પર ખોટો બફાટ (Controversial Statement By Patil) કર્યો છે. આહિર સમાજના યુવકો માંગ કરી રહ્યા છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મહાભારત જોવું જોઈએ અને ગીતાનું વાંચન કરવું જોઈએ.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022 : કોંગ્રેસ પૂર્વ પ્રદેશ મહામંત્રી સહિત 400 લોકો કેસરીયાં કરી ભાજપમાં જોડાયાં, પાટીલ રહ્યાં હાજર

માધવપુરના મેળામાં પાટીલે બાફ્યું-ભગવાન શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રા વિશે કરેલી ટિપ્પણી ને લઇ સોશિયલ મીડિયામાં હાલ ભારે ચર્ચા જાગી છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ માધવપુર મેળામાં આવ્યા હતા જ્યાં તેમણે ભગવાન કૃષ્ણ અને બહેન સુભદ્રા પર ટિપ્પણી કરી છે જેને લઈ આહીર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details