ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ફેઝ-2ઃ જામનગરના રણજીતનગરમાં મનપાની ટીમ દ્વારા કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ

રાજ્યમાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ સતત વધતા કેસને લઈ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ હરકતમાં આવી છે. પ્રભારી સચિવની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં કોવિડ ટેસ્ટિંગ વધારાના આદેશ આપવામાં આવ્યા હતા.શહેરમાં

gnvncv
fvgncvn

By

Published : Nov 24, 2020, 10:54 PM IST

  • જામનગરમાં કોરોના ટેસ્ટિંગમાં કરાયો વધારો
  • ભીડભાળ વાળી જગ્યા પર મનપાની ટીમ દ્વારા ટેસ્ટિંગ
  • કોરોનાના વધતા કેસને લઈ મનપાની આરોગ્ય ટીમ હરકતમાં
  • હજુ પણ ભીડભાળ વાળી જગ્યા પર લોકો થઈ રહ્યા છે એકઠા

રાજ્યમાં કોરોનાએ ફરી માંથુ ઊંચક્યું છે. ત્યારે જામનગર તંત્ર પણ સતર્ક બન્યું છે. પ્રભારી સચિવની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં કોવિડ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આદેશ આપવામાં આવ્યા હતા. જે અનુસાર મંગળવારે સવારે 10 વાગ્યે કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના

જામનગરના રણજીતનગરમાં મનપાની ટીમ દ્વારા કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ

શા માટે રણજીતનગરમાં કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

જામનગરના રણજીતનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા પહેલેથી વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે અહીં વહેલી સવારથી શાક માર્કેટ ભરાઈ છે.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે ત્યારે કોરોનાના કેસ વધે નહિ તે માટે મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે. 50 જેટલા વેપારી અને ગ્રાહકોના ટેસ્ટ કરાયા હતા. તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કમિશનર સતીષ પટેલ અને TDO તેમજ મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગના અધિકારીઓ રણજીતનગર ખાતે ઉપસ્થિતિ રહ્યા હતા.

વધતા કોવિડ કેસ વહીવટીતંત્ર માટે ચેલેન્જ

જામનગર જિલ્લામાં બે દિવસમાં 81 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને ચાર વ્યક્તિના કોવિડ સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જો કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હવે ટેસ્ટિંગ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. જો કે જામનગરમાં 1200 બેડ કોવિડ હોસ્પિટલ પણ ત્યાર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details