- જામનગરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું
- જામનગર કોંગ્રેસ દ્વારા અધિક્ષકને રજૂઆત
- મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા
જામનગર:શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને જિલ્લા પ્રમુખ જીવણભાઈ તેમજ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલ અને કોવિડની ખાનગી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.
દર્દીઓને સમયસર નાસ્તો, ભોજન નથી મળતું
જામનગરની જી.જી. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દિપક તિવારીને કોંગ્રેસના આગેવાનોએ તમામ સાથ સહકાર આપવાની રજૂઆત કરી છે અને કોઈ હોસ્પિટલમાં જે પ્રકારની અવ્યવસ્થા સર્જાઇ રહી છે. તેની પણ રજૂઆત કરી હતી. ખાસ કરીને કોરોના દર્દીઓને નાસ્તો તેમજ ભોજન સમયસર મળતો ન હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ પણ વાંચો:અરવલ્લી કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલની કામગીરીને વેગ આપવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
ભાજપ પર કોંગ્રેસના પ્રહાર
કોંગ્રેસે ભાજપના નગરસેવકોએ તેમજ હોદ્દેદારો પર આક્ષેપ પણ કર્યો છે અને કહ્યું છે કે, કોરોનાકાળમાં ભાજપના નગરસેવકો તેમજ હોદ્દેદારો કોઈપણ પ્રકારની લોકોની સેવા કરતા નથી અને પોતાના ઘરમાં પૂરાઇ રહે છે. જ્યારે કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરો આજે હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો:સોરાષ્ટ્રની ગુરુ ગોવિંદ હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફુલ
શું કહ્યું અધિક્ષકે...?
તેથી હોસ્પિટલના અધિક્ષક ડો.દીપક તિવારીએ જણાવ્યું કે, જામનગરની હોસ્પિટલમાં તમામ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને દર્દીઓને કોઈ પણ જાતની અગવડ ન ઉભી થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ દર્દીઓને સમયસર નાસ્તો તેમજ ભોજન મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે-સાથે દર્દીના સગા-સંબંધીઓને યોગ્ય જગ્યાએ આશરો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.