- Etv Bharat દ્વારા કરવામાં ઓક્સિજનનું રિયાલિટી ચેક
- મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે
- કોરોનાના દર્દીઓને ઓક્સિજનની પુષ્કળ પ્રમાણમાં જરૂર પડી રહી છે
જામનગરઃ શહેરમાં અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે. જેના કારણે જામનગરની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા રહી નથી. તેમજ ઓક્સિજનનો જથ્થો પણ એક જ મહિનો ચાલે એટલો છે.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની પરિસ્થિતિ આ પણ વાંચોઃનવસારીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
એક મહિનો ચાલે એટલો ઓક્સિજનનો સંગ્રહ
કોરોનાના દર્દીઓને ઓક્સિજનની પુષ્કળ પ્રમાણમાં જરૂર પડી રહી છે. ત્યારે જામનગરની ગુરુગોવિંદ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓક્સિજનની અછત નિવારવા માટે મોરબીની ખાનગી કંપની પાસેથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. ટેન્ક મારફતે ઓક્સિજન જામનગર લાવવામાં આવી રહ્યો છે. જામનગર ગુરુગોવિંદ હોસ્પિટલમાં એક મહિનો ચાલે એટલો ઓક્સિજન હાલ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃઅલંગમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો નહીં મળતા કામગીરી ઠપ્પ
નવી ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવી, લીક થવાની શકયતા ઓછી
ETV Bharat દ્વારા ઓક્સિજન ટેન્કનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જે રીતે નાસિકમાં ઓક્સિજનની પાઇપલાઇન લીકેજ થતા કોરોનાના 35 જેટલા દર્દીઓના મોત નીપજ્યા છે. તેવી જ રીતે જામનગરમાં આવી ઘટના ન બને તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓક્સિજનની અછત નિવારવા માટે મોરબીની ખાનગી કંપની પાસેથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે.