ગુજરાત

gujarat

Corona Returns In Jamnagar : જામનગર શહેરમાં કોરોનાની ફરીથી એન્ટ્રી, જાણો આ વખતે કયા દેશથી આવ્યું દર્દી

By

Published : May 11, 2022, 9:09 PM IST

વૈશ્વિક મહામારીના ધ એન્ડની ઘોષણા તો થઇ નથી પણ રાજ્યમાં (Corona Update in Gujarat )અને દેશમાં કોરોનાના નવા કેસો નોંધાવાનું પ્રમાણ ઓછું છે. જોકે જામનગરમાં પરદેશથી આવેલી મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ (Corona Returns In Jamnagar )આવતાં આરોગ્ય ટીમ દોડતી થઇ છે.

Corona Returns In Jamnagar : જામનગર શહેરમાં કોરોનાની ફરીથી એન્ટ્રી, જાણો આ વખતે કયા દેશથી આવ્યું દર્દી
Corona Returns In Jamnagar : જામનગર શહેરમાં કોરોનાની ફરીથી એન્ટ્રી, જાણો આ વખતે કયા દેશથી આવ્યું દર્દી

જામનગર- જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાની ફરીથી એન્ટ્રી (Corona Returns In Jamnagar )થઇ છે અને એક પોઝિટિવ કેસ (Corona Update in Gujarat )સામે આવ્યો છે. બ્રાઝિલથી આવેલી એક મહિલા કે જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી સદગુરુ કોલોની વિસ્તારમાં હોમ આઈસોલેટ કરાઈ છે. જ્યારે પરિવારના સભ્યો તથા આસપાસના વિસ્તારના રહેવાસીઓના સેમ્પલો લેવામાં આવ્યા છે. આ કારણેે જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Corporation Health Team)આરોગ્ય તંત્રની ટુકડી દોડતી થઇ છે.

આ પણ વાંચોઃ Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...

ક્યાં આવ્યો કેસ - જામનગરના સદગુરુ કોલોની વિસ્તારમાં બ્રાઝિલથી આવેલી 30 વર્ષીય એક મહિલા કે જેને તાવની અસર હોવાથી તેનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યું છે.

પરદેશથી આવેલી મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો
જેને પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયું હતું. તેનો ગઈકાલે સાંજેકોરોના પોઝિટિવ રિપોર્ટ (Corona Returns In Jamnagar )આવ્યો હતો. જેથી જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Corporation Health Team)તંત્રમાં દોડધામ શરૂ થઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના રિટર્ન, આ ઈન્સ્ટિટ્યૂટમાં નોંધાયા પોઝિટિવ કેસ

મહિલાએ રસીના ડોઝ લીધેલા છે- હાલ વિદેશથી આવેલી મહિલાને (Corona Update in Gujarat ) હોમ આઇસોલેશનમાં મૂકી દેવામાં આવી છે. તેની સાથે જોડાયેલા પરિવારના અન્ય સભ્યો તેમજ આસપાસના વિસ્તારના નાગરિકોના કોરોનાના સેમ્પલો એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 30 વર્ષીય મહિલાએે રસીના બંને ડોઝ લીધા છે. તેમ છતાં પણ સંક્રમિત બની હોવાનું (Jamnagar Corporation Health Team) ધ્યાનમાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details