જામનગર: જિલ્લામાં કોરોનાએ ફરીપ્રસરી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ સામે આવતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. જામનગર જિલ્લામાં આજે(ગુરુવારે) મોટી ખાવડી અને દિગ્વિજય ગ્રામ સિક્કામાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રમાં દોડધામ વધી ગઇ છે.
કોરોના પોઝિટિવ વ્યક્તિ કેરળ અને મહારાષ્ટ્ર પ્રવાસ કરીને આની હતી -જોકે બન્ને દર્દીઓને હોમ આઇશોલેશનમાં(Home Isolation to Patient ) રાખવામાં આવ્યા છે. જે બન્ને દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી કેરળ અને મહારાષ્ટ્રની છે. જામનગરમાં કોરોનાં વાઈરસની ધીમા પગલે પુનઃ એન્ટ્રી થઈ ચુકી છે. 80 વર્ષની વયના વૃદ્ધા હાલ રાજકોટમાં(Corona Positive Cases Rajkot) સારવાર માટે દાખલ થયા છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ(Corona Positive cases Jamnagar) મળ્યો છે. આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં(Jamnagar Villages Area) કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.