ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરના દર્દીએ મજબૂત ઇચ્છાશક્તિ વડે કોરોનાને આપી માત, તબીબી સ્ટાફની કાબિલેદાદ સેવા

કોરોના સંક્રમણને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં લોકોમાં સતત કોરોનાનો ડર ફેલાયેલો છે, પરંતુ કોરોના સામે હિંમતપૂર્વક વિશ્વાસ રાખીને સારવાર લેવામાં આવે તો ગમે તવી પરિસ્થિતિમાં પણ સારવાર કારગત નિવડે છે અને કોરોનાગ્રસ્ત દર્દી તેમાંથી મુક્તિ મેળવે છે. આવો જ એક કિસ્સો ધ્રોલ તાલુકાના લતીપુરના યુવાન જગદીશભાઈ બચુભાઈ રામાણીએ પુરો પાડ્યો છે.

જામનગર
જામનગર

By

Published : Apr 28, 2021, 6:26 PM IST

  • લતીપુર PHCના કર્મચારીએ કરી મદદ
  • દર્દીને લાંબા શ્વાસ લેવાનું જણાવી હિંમત બંધાવી
  • દર્દી GG હોસ્પીટલમાં સારવાર લઇ સ્વસ્થ થયો
    જામનગર

જામનગર: ધ્રોલ તાલુકાના લતીપુર ગામના PHC સેન્ટરમાં કામ કરતા જગદીશભાઈ રામાણીને થોડાક દિવસ અગાઉ ધ્રોલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતાં જ્યાં તેમનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમજ ઓકિસજન લેવલ 40 ટકા જેટલું ઘટી ગયું હતું. આથી તેમને GG હોસ્પીટલ લઇ જવા માટે પરિવારજનોએ માગ કરી હતી પરંતુ ધ્રોલ હોસ્પિટલની એમ્બ્યુલન્સનું ટાયર ફાટી જતા તે બંધ હતી. જ્યારે અન્ય એમબ્યુલન્સને આવતા 2 થી 3 કલાકનો સમય લાગે તેમ હતું જેને કારણે PHC સેન્ટરના કાર્યકર દ્વારા લતીપુરના મેડીકલ ઓફિસરનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જગદીશભાઇનું મનોબળ મજબૂત કરી ઓક્સિજન લેવલ 50 ટકા સુધી પહોંચાડ્યું હતું.

જામનગર

કર્મચારી મોટરસાઈકલ ઉપર બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યા

લતીપુર પીએચસીના મેડીકલ ઓફિસર ચાંદનીબેન સોજીત્રાએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવા જણાવતા દર્દી જગદીશભાઈને ટ્રાન્સફર કરવા માટે વાહનની તપાસ કરી પરંતુ કોઇ જ વ્યવસ્થા થઈ શકી ન હતી. આથી પીએચસી સેન્ટર લતીપુરના કર્મચારી શુભમભાઈ આશાએ કોઇપણ જાતનો સમય નહીં બગાડતા તાત્કાલિક નિર્ણય લઇને પોતાના મોટરસાઈકલ ઉપર ધ્રોલ હોસ્પિટલ ખાતે લઇ આવતા જ્યાં દર્દીનું ઓકિસજન લેવલ 37 ટકા આવતા પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખાતે લઇ જવા જગદીશભાઈના કુટુંબીજનોએ ફરીથી ધ્રોલથી જામનગર જવા માટે પ્રયત્નો શરૂ કરતા ધ્રોલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ટાયર ફાટી ગયેલ હોય જેથી બંધ હતી. તેથી 108ની તપાસ કરવામાં આવતા તમામ 108ની ગાડીઓ બે થી ત્રણ કલાક પછી આવી શકે તેવી સ્થિતિ હતી.

આ પણ વાંચો:જામનગરમાં એરફોર્સની મદદથી જયપુરથી ઓક્સિજન લવાયો

હાલની સ્થિતિમાં એમ્બ્યુલન્સ મળવી પણ મુશ્કેલ

આ દરમિયાન લતીપર પીએચસી સેન્ટરના કાર્યકર ભરતભાઈ ધ્રોલ હોસ્પિટલે પહોંચી અને લતીપુરના મેડીકલ ઓફિસરનો સંપર્ક કરીને પરિસ્થિતિની જાણ કરતા તેઓ તરફથી જગદીશભાઇને મોટીવેશન આપીને લાંબા શ્વાસ લેવડાવીને ફરી પાછુ ઓકિસજન લેવલ 50 ટકા કરતા વધારે પહોંચાડયું હતું.

ABOUT THE AUTHOR

...view details