જામનગર: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ (JMCs health team) દ્વારા શહેરમાં આજે શુક્રવારે વિવિધ જગ્યાએ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ પર તે લોકો વધુ એકઠા થતા હોય તેવી જગ્યાઓ પર કોરોના ટેસ્ટની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જામનગરમાં JMCની આરોગ્ય ટીમે શાક માર્કેટ અને ગુજરી બજારમાં કર્યા કોરોના ટેસ્ટ આજે શહેરમાં 40 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
ખાસ કરીને શાકમાર્કેટમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય છે ત્યારે MIG કોલોની વિસ્તારમાં 100 જેટલા લારી વાળાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરી બજારમાં પણ સૌથી વધુ ફેરિયાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રોજ ભીડ ભાડ વાળી જગ્યા પર કરવામાં આવશે ટેસ્ટ
જામનગર મહાનગરપાલિકાની (Municipal Corporation Jamnagar) આરોગ્ય ટીમ દ્વારા આજરોજ 200થી વધુ લોકોનાકોરોના ટેસ્ટ(corona test report)કરવામાં આવ્યા છે, જેમના રિપોર્ટ આવતી કાલે આવશે. etv ભારત સાથેની વાતચીતમાં મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં દિવસે દિવસે જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના કારણે લોકો વધુ સંખ્યામાં એકઠા થતા હોય તેવી જગ્યા ઉપર દરરોજ મહાનગર પાલિકાની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Jamnagar Municipal Corporation: ઓમીક્રોન વોરીયંટનો શંકાસ્પદ કેસ, JMC કમિશનરે કરી ETV ભારત સાથે વાત
જામનગરમાં 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન અપાશે