ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં મોબાઈલ ટેક્સ કલેક્શન દ્વારા વેરો વસુલવાની કામગીરી શરૂ - latest news of jamnagar

જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020-21 રીબેટ યોજના અંતર્ગત ગુરૂવારથી શહેરમાં નગરજનો મિલકતવેરો, વોટર ચાર્જની રકમ ભરવા માટે શરૂ કરવામાં આવેલ મોબાઈલ ટેક્સ કલેક્શન શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રાખવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં શહેરીજનો મિલકત વેરો તેમજ વોટર ચાર્જ ભરવા માટે પહોંચ્યા હતા.

mobile tax collection in Jamnagar
મોબાઈલ ટેક્સ કલેક્શન

By

Published : May 28, 2020, 7:59 PM IST

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020-21 રીબેટ યોજના અંતર્ગત ગુરૂવારથી શહેરમાં નગરજનો મિલકતવેરો, વોટર ચાર્જની રકમ ભરવા માટે શરૂ કરવામાં આવેલ મોબાઈલ ટેક્સ કલેક્શન શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રાખવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં શહેરીજનો મિલકત વેરો તેમજ વોટર ચાર્જ ભરવા માટે પહોંચ્યા હતા.

જામનગરમાં મોબાઈલ ટેક્સ કલેક્શન દ્વારા વેરો વસુલવાની કામગીરી શરૂ
ઓન કોલ ટેક્સ કલેક્શનની સુવિધાના ભાગરૂપે કરદાતાઓની બાકી મિલકત વેરા રકમ પર ઘર બેઠા ફોન કરવાથી આપણા ઘરે આવી મિલકત વેરોની મોટી રકમ કે, ચેક સ્વીકારી જે તે સમયની પહોંચ આપવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે તમામ કરદાતાઓ ઓફિસના સમય દરમિયાન મિલકતના નવા ASC નંબર આપવાથી બાકી રકમ અંગે વેરીફાઇ કરી આપવાની બાકી મિલકતવેરા સ્થળ પર ભરી મહાનગરપાલિકા દ્વારા પહોંચ આપવામાં આવી રહી છે.
મોબાઈલ ટેક્સ કલેક્શન દ્વારા વેરો વસુલવાની કામગીરી શરૂ
કોરોના મહામારીના કારણે સોશિયલ distance જળવાય તેમજ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં મિલકત વેરા વાન મોકલવામાં આવી રહી છે અને શહેરીજનો પોતાના ઘરની આજુબાજુમાં જ વોટર વેરો ભરી શકે છે. તેમજ મિલકત વેરો ભરી પહોંચ મેળવી લે તેવી સુવિધા મહાનગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવી છે. જેનો શહેરીજનો મોટા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details