ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરની બાલાચડી સૈનિક શાળા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી - jamnagar

દેશની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને જામનગરની બાલાચડી સૈનિક શાળા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

બાલાછડી સૈનિક શાળા
બાલાછડી સૈનિક શાળા

By

Published : Mar 14, 2021, 2:17 PM IST

Updated : Aug 10, 2022, 7:25 PM IST

જામનગર: ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને દાંડીકૂચના પ્રારંભની સાથે સાથે જામનગર સ્થિત બાલાચડી સૈનિક શાળા દ્વારા પણ શાળાના પરિસરમાં 12 માર્ચ 2021ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતની સ્વતંત્રતાની ચળવળ પર એક સંવાદ કાર્યક્રમ યોજાયો

સમાજ વિજ્ઞાનના PR, HOD રાઘેશ દ્વારા આ સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો. આ રજૂઆતના કારણે વિદ્યાર્થીઓને ભારતની સ્વતંત્રતાની ચળવળ વિશે તેમજ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે ભૂતકાળમાં બનેલી વિવિધ ઘટનાઓ વિશે જાણવામાં મદદ મળી હતી. આ પ્રસંગને યોગ્ય માન આપીને સર્જનાત્મક લેખન પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો

132 વિધાર્થીઓએ પોસ્ટર બનાવ્યા

ધોરણ 5 અને 6ના કુલ 132 કેડેટ્સે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લઇને પોસ્ટર્સ બનાવ્યા હતા તેમજ શુભેચ્છા સંદેશ અને સુવાક્ય લેખન કર્યું હતું. PGT અંગ્રેજી સુશ્રી સુનિતા કડેમાની દ્વારા આ કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.

દેશ માટે જાન ન્યોછાવર કરનાર યોદ્ધાઓને કર્યા યાદ

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતી વખતે ઉપાચાર્ય લેફ્ટેનન્ટ કમાન્ડર મનુ અરોરાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે મહાન ભારતીયોએ આપેલા બલિદાનના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને એક નાગરિક તરીકે દેશની સ્વતંત્રતાની અખંડિતા જાળવવા માટે તેમની ફરજ યાદ અપાવી હતી.

આ પણ વાંચો:લીંબડી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Last Updated : Aug 10, 2022, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details