- 1મેથી 18થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો
- જામનગરમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો
- બીજેપી શહેર પ્રમુખ ડો.વિમલ કગથરાએ યુવાઓને વેક્સિન લેવા અપીલ કરી
જામનગર:ભારતમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે ત્રાહિમામ મચાવી રહી છે. ત્યારે, સરકાર દ્વારા 1મેથી 18થી 45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે, જામનગરમાં દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજ્ય સરકારે છેલ્લા 2 દિવસથી 18 વર્ષથી 45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે વિનામૂલ્યે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.
ભાજપ શહેર પ્રમુખ કગથરાએ યુવાઓને વેક્સિન લેવા કરી અપીલ આ પણ વાંચો:જામનગરમાં આજથી વેક્સિનેશનના ચોથા તબકકાનો પ્રારંભ
યુવાઓ વેકસીન લેવા આગળ આવે તેવી અપીલ
આ તબક્કે બીજેપી શહેર પ્રમુખ ડો.વિમલ કગથરાએ યુવાઓને વેક્સિન લેવા અપીલ કરતા કહ્યું કે, બીજા દેશોની સરખામણીએ ભારતમાં લોકોએ વેક્સિન ઓછી લીધી છે. જોકે, લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી તાત્કાલિક વેક્સિન લેવી જોઈએ જેથી કોરોના સામેનો જંગ જીતી શકાય. જામનગરમાં સતત બીજા દિવસે વેક્સિન લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. શહેરમાં સનસાઈન સ્કૂલ ખાતે વેક્સિનશન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:વાપીમાં VIA વેક્સિનેશન કેમ્પમાં 2,774 લોકોએ વેક્સિનનો લાભ મેળવ્યો