જામનગરઃ જિલ્લાના હાપા APMC માર્કેટમાં શુક્રવારના રોજ 9ઃ30 વાગ્યે ઘઉંની હરાજી શરૂ કરવામાં આવી હતી. ઘઉંની હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવ્યા છે. રૂપિયા 375થી 390 સુધી ભાવ હરાજીમાં બોલાયો છે.
જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ઘંઉના ટેકાના ભાવે હરાજી શરૂ - જામનગર લોકડાઉન ન્યૂઝ
જામનગરમાં લોકડાઉને પગલે તમામ માર્કેટયાર્ડ બંધ કરવામાં આવ્યા હતા. જો કે શક્રવારના રોજ હાપા માર્કેટયાર્ડમાં ચણા, ઘઉં, એરંડા સહિતની હરરાજી શરૂ કરવામાં આવી છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્ટ માટે યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
હાપા માર્કેટયાર્ડ
જામનગર જિલ્લાના અન્ય માર્કેટિંગ યાર્ડ બંધ હાલતમાં છે, ત્યારે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ શરૂ થતા ખેડૂતોને તમામ જાતિઓના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ખેડૂતોની વારંવાર રજૂઆતો ધ્યાને લઇ ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.