ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં દિવ્યાંગ બાળકોએ બનાવ્યા આકર્ષક ગરબા... - દિવ્યાંગ બાળકો

જામનગરમાં આવેલા માનસિક ક્ષતિવાળા બાળકોનું નિઃશુલ્ક તાલીમ કેન્દ્રના દિવ્યાંગ બાળકો દ્વારા ઈકો ફ્રેન્ડલી ગરબા તૈયાર કરવામાં આવ્યા છે. દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા વિવિધ રંગબેરંગી અને સુશોભિત ગરબાએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. જોકે ઈકો ફ્રેન્ડલી ગરબાની લોકોમાં ભારે માંગ વધી છે.

જામનગરમાં દિવ્યાંગ બાળકોએ બનાવ્યા આકર્ષક ગરબા
જામનગરમાં દિવ્યાંગ બાળકોએ બનાવ્યા આકર્ષક ગરબા

By

Published : Oct 13, 2020, 9:08 PM IST

જામનગરઃ આ નવરાત્રીમાં ડેકોરેટિવ માટીના ગરબાનું બજાર ઘણું જોરમાં છે. આ વર્ષે નવરાત્રિમાં અંબે માતાની આરતી માટે માત્ર 200 લોકોની છૂટ આપવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા નવરાત્રીની ગાઈડલાઈનથી કલાકારો, અર્વાચીન દાંડિયા સંચાલકો અને દાંડિયા રસિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

જામનગરમાં દિવ્યાંગ બાળકોએ બનાવ્યા આકર્ષક ગરબા
આ વખતે ગરબાનું આયોજન ન થવાનું હોવા છતાં ઘરમાં ગરબાનું સ્થાપન કરવા માટે વિવિધ ગરબા તૈયાર થઈ રહ્યા છે. જામનગરમાં પણ દિવ્યાંગ બાળકોએ અવનવા અને રંગબેરંગી આકર્ષક ગરબા બનાવીને તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે.

ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલકે જણાવ્યું હતું કે, સંસ્થામાં તાલીમ લઈ રહેલા દિવ્યાંગ બાળકોને ગરબા બનાવવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. આસ્થાના પ્રતિક સમા માતાજીના ગરબા નવરાત્રિમાં લોકો ઘરમાં પધરાવે છે; ત્યારે સંસ્થામા દિવ્યાંગ બાળકોએ બનાવેલ ગરબા લોકોને નજીવા દરે આપવામા આવે છે અને ગરબા વેચાણથી થતા નફા દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details