ગુજરાત

gujarat

ETV Bharat / city

વાલીગીરી આંદોલન અંતર્ગત જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન, સરકાર 50 ટકા સ્કૂલ ફી માફ કરે - રાજ્ય સરકાર

રાજ્ય સરકારે સ્કૂલ ફી માફી 35 ટકા કરી છે. ત્યારે જામનગરમાં વાલી આંદોલન અંતર્ગત 50 ટકા ફી માફી થવી જોઈએ તેવી માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

etv bharat
વાલીગીરી આંદોલન અંતર્ગત જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન

By

Published : Sep 28, 2020, 8:21 PM IST

જામનગરઃ શહેરમાં વાલી આંદોલન અંતર્ગત સ્કૂલ માફી 50 ટકા થવી જોઈએ તેવી માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદન વાલીઓને સાથે રાખીને આપવામાં આવ્યું હતું.

સરકાર સમક્ષ 50 ટકા સ્કૂલ ફીની માંગ કરી

વાલીઓ હાલના સમયમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. તો બીજી બાજુ સ્કૂલ દ્વારા સતત ફી ઉઘરાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

જામનગરમાં શેતલબહેન શેઠ વાલીગીરી આંદોલન કરી રહ્યા છે અનેે આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વાલીગીરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. રાજ્યમાં હાલ વાલીગીરીના કન્વીનરની નિમણૂક કરવામાં આવી રહી છે.

વાલીગીરી આંદોલન અંતર્ગત જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર વાલીઓ વિરુદ્ધ નિર્ણય લેશે તો સમગ્ર રાજ્યમાં આંદોલન કરવામાં આવશે અને વાલીઓ પોતાની માંગ માટે રસ્તા પર ઉતરશે.
વાલીગીરી આંદોલન અંતર્ગત જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન

ABOUT THE AUTHOR

...view details