ગુજરાત

gujarat

ETV Bharat / city

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો - Corona Vaccination in Gujarat

જામનગર ખાતે કૃષિ તેમજ વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ કોરોના વેક્સિન મુકાવી હતી. આ સાથે રસી સુરક્ષિત હોવાનો પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે 60વર્ષથી વધુ ઉંમરના અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને વેક્સિન આપવાની ઝૂંબેશ ચાલુ છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી
કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી

By

Published : Mar 11, 2021, 4:55 PM IST

  • કો-મોર્બિડ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને અપાઈ રહી છે વેક્સિન
  • રસીકરણ ઝુંબેશને લોકો દ્વારા અપાઈ રહ્યો છે બહોળો પ્રતિસાદ
  • કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ

જામનગર: કૃષિ તેમજ વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ કોરોના વેક્સિન મુકાવીને લોકોને રસી સુરક્ષિત હોવાનો પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. હાલ જામનગર ખાતે 60વર્ષથી વધુ ઉંમર ધરાવતા તેમજ કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને વેક્સિન આપવાની ઝૂંબેશ ચાલી રહી છે.

કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી
તમામ સિનિયર સીટીઝન લોકો રસી મુકાવવી જોઈએકેબિનેટ પ્રધાન આર.સી.ફળદુએ કહ્યું હતું કે, વેક્સિન વિશ્વસનીય અને એકદમ સુરક્ષિત છે, વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આ વેક્સિનની મને કોઈ આડઅસર જોવા મળી નથી. આપણો દેશ વેક્સિનનાં ઉત્પાદનમાં અને મેળવવામાં સફળ રહ્યો છે અને આ વેક્સિન કોરોના નિયંત્રણ માટે અસરકારક છે. આ પ્રામાણિત આધારો સાથે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ અને કોઈ ભય વગર વેક્સિન મૂકાવીને દેશને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details