- સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓેને પણ અપાશે એડમિશન
- છઠ્ઠા ધોરણમાં આગામી શૈક્ષણિક સત્રથી છોકરીઓને મળશે પ્રવેશ
- સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ અપાશે
જામનગરઃ જિલ્લાના બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલમાં છોકરાઓની સાથે હવે છોકરીઓને પણ એડમીશન આપવામાં આવશે. સૈનિક સ્કૂલ બાલાચડીમાં આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સ્કૂલમાં છોકરીઓ માટે જરૂરી વ્યવસ્થા કરાશે
બાલાચડી સૈનિક સ્કૂલમાં છોકરીઓના પ્રવેશ માટે કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ જગ્યાથી વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. તેમજ છોકરીઓ માટે સ્કૂલમાં અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓેને પણ અપાશે એડમિશન છોકરીઓને લશ્કરી તાલીમ આપવામાં આવશે
બાલાચડી સૈનિક સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ આપવામાં આવશે. જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે. તેવી રીતે છોકરીઓને પણ લશ્કરી તાલીમ આપવામાં આવશે.
સૈનિક સ્કૂલ બાલાચડીમાં હવે છોકરીઓેને પણ અપાશે એડમિશન છોકરાઓ અને છોકરીઓને માત્ર છઠ્ઠા ધોરણમાં જ મળશે પ્રવેશ
આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજાઈ રહી છે. આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરાઓ અને છોકરીઓ માટે પ્રવેશ માત્ર છઠ્ઠા ધોરણમાં જ મળશે.
જામનગર બાલચડી સૈનિક સ્કૂલમાં હવે છોકરીઓને પણ મળશે પ્રવેશ