- જામજોધપુર તાલુકામાં જન સંવેદના યાત્રા આવી પહોંચી
- પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે આપના યુવા નેતાઓએ પૂજા-અર્ચના કરી
- અન્ય ગામડાઓમાંથી જન સંવેદના યાત્રા પસાર થઈ
જામનગરઃ આમ આદમી પાર્ટી દ્વારા ઠેર-ઠેર જનસંવેદના યાત્રા કરવામાં આવી રહી છે. AAP ના નેતા ગોપાલ ઇટાલિયા, ઈશુંદાન ગઢવી સહિતનાઓએ સમગ્ર સૌરાષ્ટ્રમાં જન સંવેદના યાત્રા નીકાળી છે. ત્યારે આ જનસંવેદના યાત્રા જામનગર પહોંચી હતી. સોમવારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં જન સંવેદના યાત્રા ( Jan Samvedana Yatra ) આવી પહોંચી હતી. જ્યા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે આપના યુવા નેતાઓએ પૂજા અર્ચના કરી હતી અને બાદમાં અન્ય ગામડાઓમાંથી જન સંવેદના યાત્રા પસાર થઈ હતી.
આગામી ચૂંટણીમાં હાલારમાં AAP નવાજૂની કરે તેવી દહેશત
જામનગર જિલ્લામાં સોમવારે સાંજે જન સંવેદના યાત્રા આવી પહોંચી હતી. હાલાર પથકમાં આમ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અત્યાર સુધી સીધી ટક્કર જોવા મળી રહી છે. જોકે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપને આમ આદમી પાર્ટી ( AAP ) ખતરા રૂપ સાબિત થયા તો નવાઈ નહિ. જે રીતે યુવા નેતાઓ AAP માં જોડાઈ રહ્યા છે. ત્યારે લોક જુવાળ પણ આપ તરફી જોવા મળી રહ્યો છે એટલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પગ પેસરો કરે તેવી શક્યતા છે.