- 'વિજય દિવસ' નિમિત્તે બાલાછડી સૈનિક શાળા ખાતે વેબિનાર યોજયો
- 1971ના યુદ્ધમાં ભારતીય સશસ્ત્રદળોના મહત્વ અને ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો
- બાલાછડી સૈનિક શાળાના NCC કોય દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
જામનગર: 1971માં ભારતીય સૈન્યએ પાકિસ્તાન પર મેળવેલા વિજયની યાદમાં દેશભરમાં 'વિજય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળામાં પણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દિવસ નિમિત્તે, બાલાછડી સૈનિક શાળાના NCC કોચ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રારંભમાં 'શૌર્ય સ્તંભ – યુદ્ધ શહીદ સ્મારક' ખાતે બાલાછડી સૈનિક શાળાના પ્રિન્સિપાલ મુખ્ય અતિથિ ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે પુષ્પગુચ્છ અર્પણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેડેટ નીલ પટેલ અને કેડેટ વિરાજ ત્રિવેદીએ બાલાછડી સૈનિક શાળા NCC કોચના ANO T/OS સુનિલ કુમારના માર્ગદર્શન હેઠળ 'વિજય દિવસ'નો ઇતિહાસ અને તેનું મહત્વ રજૂ કર્યા હતા.