જામનગર: શહેરના 88 વર્ષીય વૃધ્ધ વેપારી વનરાવનભાઇ દત્તાણી કે, જેઓ હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે તેમણે કોરોના સામેની લડાઈમાં સહભાગી બનવા રૂપિયા 1 લાખ 1 હજારનું દાન PM રાહત ફંડમાં કલેકટર રવિશંકરને અર્પણ કર્યું હતું.
જામનગરના 88 વર્ષીય વૃધ્ધે PM ફંડમાં 1,01000 રૂપિયાનું કર્યું દાન - ગુજરાતમાં લોકડાઉનની અસર
કોરોના વાઇરસ સામેની લડાઈમાં આર્થિક સહયોગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી જેને જામનગર વાસીઓએ બહોળો પ્રતિસાદ આપ્યો છે. અબાલ વૃધ્ધો આ કપરા સમયમાં એકબીજાને મદદ કરવાની ભાવના સાથે અનુદાન આપી રહ્યા છે.
જામનગરના 88 વર્ષીય વૃધ્ધે PM ફંડમાં 1,01000 રૂપિયા કર્યું દાન
વનરાવનભાઇ દતાણીએ કહ્યુ હતું કે, કોરોનાની મહામારી ગંભીર કટોકટી છે, મને ઘણા સમયથી સરકારને મારાથી બને એટલી મદદ કરવાની ઇચ્છા હતી, આ સમયમાં દરેક વ્યક્તિએ સરકારને મદદ કરવી જોઇએ એ વિચાર સાથે જ મે મારી બચત પૂંજીમાંથી 1,01000 રૂપિયા વડાપ્રધાન રાહત ફંડમાં અર્પણ કર્યા છે, સાથે જ અન્ય લોકો પણ સરકારને મદદ કરવા આગળ આવે એ માટે જામનગરવાસીઓને અપીલ કરી છે.