- અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રૂપિયા 87 લાખની ચલણી નોટ ઝડપાઈ
- પેસેન્જર પાસેથી કસ્ટમે વિદેશી ચલણી નોટ જપ્ત કરી
- ચલણની હેરાફેરી કરનાર માસ્ટર માઇન્ડની અટક કરાઈ
જામનગરઃ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમના અધિકારીઓએ રૂપિયા 87 લાખનું હવાલા કૌભાંડ પકડી પાડયું છે. દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી કસ્ટમે વિદેશી અને ભારતીય ચલણ મળીને કુલ 87 લાખની ચલણી નોટ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દુબઈથી જામનગર આવતું 87 લાખનું વિદેશી ચલણ ઝડપાયું દુબઈથી આવેલી ફ્લાઈટમાં પેસેન્સર પાસેથી ચલણી નોટ મળી આવી
આ બનાવની વિગત મુજબ મંગળવારે મોડી રાત્રે દુબઈથી આવેલી ફ્લાઈટમાં એક પેસેન્જર પાસેથી એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તપાસ દરમિયાન 85000 યુએસ ડોલર, 75000 યુરો તેમજ 50 હજારનું ભારતીય ચલણ મળીને 87 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા.
જામનગરના વિનોદ ત્રિલોક ચંદાણીને આપવાની હતી હવાલાની રકમ
પેસેન્જરની પૂછપરછમાં એવી માહિતી બહાર આવી કે, આ રકમ જામનગરના વિનોદ ત્રિલોક ચંદાણીને આપવાની હતી અને આ રકમ હવાલાની હતી. અમદાવાદ કસ્ટમ વિભાગે વિદેશી ચલણની હેરાફેરી કરનાર માસ્ટર માઇન્ડની અટક કરી છે. તેમજ પૂછપરછ દરમિયાન જેનું નામ નીકળ્યું છે, તેની પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કસ્ટમના અધિકારીઓનું માનવું છે કે આ રકમ હવાલાની છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ