12-જામનગર બેઠક પર ઉમેદવારીનો રાફડો ફાટયા બાદ ઉમેદવારી પત્રોની ચકાસણીમાં 10 ફોર્મ રદ થયા બાદ ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાની મુદત પુરી થવા સુધીમાં અપક્ષોના 6 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા હવે 28 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 16.56 લાખ મતદારો ધરાવતી જામનગર લોકસભાની બેઠક પર સૌપ્રથમ 44 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
જેમાંથી ફોર્મ રદ થયા બાદ બાકી રહેલા 34 ઉમેદવારોમાંથી ચાવડા જીતેશ ચનાભાઇ, જયદીપ સુભાષભાઇ ઝાલા, જીતેશ બાબુભાઇ રાઠોડ, પરમાર ભરતભાઇ દામજીભાઇ, મામદ હાજી સફીયા તેમજ પત્રકાર રાજ્યગુરૂ રામકૃષ્ણ નરભેશંકર નામના અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવતા હવે જામનગર બેઠક પર કુલ 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડવા તૈયાર થયા છે.