- જામનગરમાં 400 ડોક્ટર્સને અપાઈ કોરોના વેક્સિન
- સુમેરુ ક્લબ ખાતે વેક્સિન સેન્ટર ઉભું કરવામાં આવ્યું
- અત્યાર સુધી આરોગ્યકર્મીઓને અપાતી હતી રસી
જામનગરમાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના 400 ડૉક્ટર્સે કોરોના વેક્સિન લીધી
જામનગર: ભારતમાં સ્વદેશી કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 400 ડોક્ટર્સને કોરોના રસી આપવામાં આવી છે.
કોવિડમાં ડ્યૂટી નિભાવતા ડૉક્ટર્સને થશે ફાયદો
કોરોના કાળ દરમિયાન પોતાના જીવના જોખમમાં મૂકીને આપણા તમામ લોકોની રક્ષા કરનારા ડોક્ટર્સને આ વેક્સિન આપવાથી કોવિડની બીમારી સામે લડવાની તાકાત મળશે.
સુમેરુ કલબમાં યોજાયો કાર્યક્રમ
જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે વેક્સિન આપવાનો કાર્યક્રમ સુમેર ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો જોડાયા હતા. આ સાથે જ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કર્મીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.