ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં ફસાયેલા 18 વિદેશી નાગરિકોને બસ મારફતે અમદાવાદ રવાના કરાયા - latest news of jamnagar

જામનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં લંડન તેમજ અન્ય દેશોમાંથી આવેલા હજાર જેટલા લોકોને 28 એપ્રિલના રોજ જામનગરથી અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે, અને ત્યાંથી બ્રિટિશ સરકારે મોકલેલા ખાસ વિમાનમાં તમામ લંડન જવા દેવામાં આવશે. જામનગરથી 28 એપ્રિલના એક બસમાં તમામ લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

18 વિદેશી નાગરીકોને બસ મારફતે અમદાવાદ રવાના કરાયા
18 વિદેશી નાગરીકોને બસ મારફતે અમદાવાદ રવાના કરાયા

By

Published : Apr 28, 2020, 7:32 PM IST

જામનગરઃ જામનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં લંડન તેમજ અન્ય દેશોમાંથી આવેલા હજાર જેટલા લોકોને 28 એપ્રિલના રોજ જામનગરથી અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે, અને ત્યાંથી બ્રિટિશ સરકારે મોકલેલા ખાસ વિમાનમાં તમામ લંડન જવા દેવામાં આવશે. જામનગરથી 28 એપ્રિલના એક બસમાં તમામ લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

જામનગરમાં ફસાયેલા 18 વિદેશી નાગરીકોને બસ મારફતે અમદાવાદ રવાના કરાયા
18 વિદેશી નાગરીકોને બસ મારફતે અમદાવાદ રવાના કરાયા

લંડન અને અન્ય દેશોના કેટલાક મુસાફરો લોકડાઉન પહેલા જામનગર આવ્યા હતા અને હાલારમાં ફસાઈ ગયા હતા, ત્યારબાદ ભારત સરકાર અને બ્રિટિશ સરકારને વિનંતી કરીને ત્યાં પાછા જવા માટે મંજૂરી આપવા જણાવ્યું હતું બંને સરકારના વિદેશ ખાતા દ્વારા વાતચીત થયા બાદ આ લોકોને વિદેશ જવા મંજૂરી આપવામાં આવી છે.

જેમાં 18 લોકોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે અને તે માટેની પરમિશન પણ ગુજરાત ગવર્મેન્ટ આપી છે. સરકારે જામનગરના કલેકટરને તપાસ અંગેની મંજૂરી આપવાનું કહેતા તેઓને મંજૂરી મળી ગઈ છે. બ્રિટિશ સરકારે ખાસ પ્લેન અમદાવાદ મોકલ્યું છે અને આ પ્લેનમાં જામનગરમાં ફસાયેલા લોકોને લંડન લઈ જવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારે વિદેશ જતી તમામ ફ્લાઇટો બંધ કરવા હુકમ કર્યો હતો અને જે ફ્લાઈટ ભારત આવવું હોય તો જે-તે દેશની સરકાર મંજુરી આપે તે બાદ જ ફ્લાઇટને ભારત આવવા દેવામાં આવશે.

બ્રિટિશથી જામનગર આવેલા 18 લોકો ફસાયા હતા તેમની 28 એપ્રિલના રોજ પોતાના વતન જવા મંજુરી મળી ગઈ છે. ફ્લાઈટમાં પણ આ તમામને ટિકિટ ફાળવીને નંબર આપી દેવામાં આવ્યા છે અને 29 એપ્રિલના રોજ આ ફ્લાઇટ રવાના થશે.

ABOUT THE AUTHOR

...view details