ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર: 12 કેડેટ્સને પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમીના મેરિટ લિસ્ટમાં સ્થાન પ્રાપ્ત - જોમનગરના સમાચાર

જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતા તેમની સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.

12 કેડેટ્સ
12 કેડેટ્સ
author img

By

Published : Oct 2, 2020, 2:14 PM IST


જામનગર : જામનગર ખાતે આવેલી સૈનિક સ્કૂલ બાલાછડીના બાર વિદ્યાર્થીઓનો પૂણેના ખડકવસ્લામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમીના અંતિમ મેરિટ લિસ્ટમાં સમાવેશ થતા તેમની સ્કૂલની પ્રતિષ્ઠામાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે.

in article image
શુભમ મયંક
સુધાંશુ કુમાર
કેડેટ આદિત્ય કુમાર રવિ, કેડેટ આકાશ રંજન, કેડેટ સુધાંશુ કુમાર, કેડેટ અમન કુમાર, કેડેટ શુભમ મયંકસિંહ, કેડેટ વિશાલ પરમાર, કેડેટ દેવ સિંઘાનિયા, કેડેટ નિશાંત કુમાર, કેડેટ આદિત્ય કુમાર, કેડેટ ગોપાલ, કેડેટ શુભમ કુમાર અને કેડેટ રાજીવ રંજન સ્કૂલના તે ગૌરવશાળી વિદ્યાર્થીઓ છે. જેમણે UPSC, NDA લેખિત પરીક્ષા અને SSB સફળતાપૂર્વક પસાર કરી છે અને NDAના પરિણામોના મેરિટમાં તેમનું નામ જોવા મળ્યું છે. સૈનિક સ્કૂલ બાલાછડી NDAમાં પ્રવેશ માટે કેડેટ્સને તૈયાર કરવાની કામગીરી સાથે સંકળાયેલી છે અને પોતાના પ્રારંભથી અત્યાર સુધી તે સફળતાપૂર્વક સંરક્ષણ સેવાઓમાં 400થી વધારે કેડેટ્સને મોકલી ચૂકી છે.
શુભમ કુમાર
આદિત્ય કુમાર
આદિત્ય
સૈનિક સ્કૂલ બાલાછડીના પ્રિન્સિપાલ ગ્રૂપ કેપ્ટન રવિન્દર સિંહે આ કેડેટ્સ અને તેમના પરિવારજનોને આ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કેડેટ્સને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેડેટ્સ ચોક્કસપણે સૈનિક સ્કૂલ બાલાછડીના વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની સેવા માટે સંરક્ષણ સેવાઓમાં જોડાવવા સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડશે.
નિશાંત
આ પ્રસંગે વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કમાન્ડર મનુ અરોરા, વહીવટી અધિકારી સ્ક્વૉડ્રન લીડર મહેશ કુમાર અને સ્કૂલના કર્મચારીઓએ સૈનિક સ્કૂલ બાલાછડીના આ ગૌરવશાળી વિદ્યાર્થીઓને તેમની હૃદયપૂર્ણ શુભકામનાઓ પાઠવી હતી.
વિશાલ પરમાર
અક્ષય રાણા

ABOUT THE AUTHOR

...view details