ગુજરાત

gujarat

ETV Bharat / city

ફી માફીને લઈ સરકારે કોંગ્રેસને નનૈયો ભણ્યો, તો બીજી તરફ સરકારે સત્ર હોવાનું બહાનું આગળ ધરી દીધું - પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભા સાતમા સત્રના ત્રીજા દિવસે કૉંગ્રેસ પાર્ટીએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું. વિદ્યાર્થીઓની ફી માફી અને આત્મનિર્ભર ગુજરાત માટે સરકારે જાહેર કરેલા પેકેજમાંથી કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવાની માગણી સાથે કૉંગ્રેસના તમામ સભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયાં હતાં. જેને લઈ સરકાર પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફી માફીને લઈ સરકારે કોંગ્રેસને નનૈયો ભણ્યો, તો બીજી તરફ સરકારે સત્ર હોવાનું બહાનું આગળ ધરી દીધું
ફી માફીને લઈ સરકારે કોંગ્રેસને નનૈયો ભણ્યો, તો બીજી તરફ સરકારે સત્ર હોવાનું બહાનું આગળ ધરી દીધું

By

Published : Sep 24, 2020, 7:45 PM IST

અમદાવાદઃ વૉકઆઉટ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ નિવેદન કરતા કહ્યું હતુ કે, જો વિજય રૂપાણી સરકાર આ જ વિધાનસભા સત્રમાં વિદ્યાર્થીઓના એક સત્રની સંપૂર્ણ ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ આ આંદોલનને ગામડે ગામડે લઈ જશે. તો બીજી તરફ સરકારે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે સત્ર ચાલી રહ્યું હોવાથી સંચાલકો અને વાલીઓ સાથે ચર્ચા થઈ શકતી નથી. સમય મળતાં જ બેઠક કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ફી માફીને લઈ સરકારે કોંગ્રેસને નનૈયો ભણ્યો, તો બીજી તરફ સરકારે સત્ર હોવાનું બહાનું આગળ ધરી દીધું
પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે ઇમરાન ખેડાવાલાનો બીજો પ્રશ્ન હતો કે કોરોના કાળમાં લોકોના ધંધા ઠપ થઈ ગયાં છે તેમ જ અનેક સામન્ય લોકો બેકાર બન્યાં છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલોજેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સા ખાલી થઈ ચૂક્યાં છે. છેલ્લાં 6 મહિનાથી શાળા કૉલેજો બંધ છે. આ દરમિયાન અમુક શાળા માફિયાઓ ફી નહીં ભરો તો બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યાં છે. કૉંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે અમે વિદ્યાર્થીઓની એક સત્રની સંપૂર્ણ ફી માફી થાય તે માટે પ્રાયસ કરીશું. પરંતુ આ માટે પણ સરકારે વિધાનસભામાં નનૈયો ભણ્યો છે. ગુજરાતનું યુવાધન અંધકારમાં ન ધકેલાય તે માટે અમે સરકારને જગાડવા માટે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું છે. સરકાર વિધાનસભાની અંદર અને બહાર બંને જગ્યાએ જવાબ નથી આપતી. સરકાર ખાલી જાહેરાત કરી છે, એટલું જ નહીં સરકાર વિધાનસભાને પોતાના પ્રચારનું પ્લેટફોર્મ સમજે છે. 18 હજાર ગામડાના લોકો પરેશાની ભોગવી રહ્યાં છે ત્યારે સરકાર કોઈ નક્કર પગલાં નથી ભરી રહી. શાળા કૉલેજમાં ભણતાં વિદ્યાર્થીઓની ફી માફી માટે અમારી સ્પષ્ટ માગણી હતી. પરંતુ સરકાર સ્વનિર્ભર શાળાઓના માલિકો સાથેના મેળાપીપળામાં આવું નથી કરી હતી. કોર્ટની આડમાં સરકાર જવાબ આપવા માટે બચી રહી હતી. પરંતુ કોર્ટે ઠપકો આપી સરકારને નિર્ણય લેવાનું કહ્યું છે ત્યારે જો સરકાર વિધાનસભામાં સંપૂર્ણ ફી માફીની જાહેરાત કરતી તો અમે પણ સરકારને અભિનંદન આપતાં. જોકે, સરકાર આવું કરવાને બદલે રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે. સરકાર આ જ વિધાનસભામાં સંપૂર્ણ સત્ર ફી માફ નહીં કરે તો અમે આ આંદોલનને ગામડાં સુધી લઈ જઈશું.
ફી માફીને લઈ સરકારે કોંગ્રેસને નનૈયો ભણ્યો, તો બીજી તરફ સરકારે સત્ર હોવાનું બહાનું આગળ ધરી દીધું
વિપક્ષ નેતાએ ઉમેર્યું હતું કે, સરકારી અને ખાનગી શાળાકૉલેજોમાં ભણતાં દોઢ કરોડ વિદ્યાર્થીઓના વાલી ફી ભરવા માટે સક્ષમ નથી. ત્યારે આ દોઢ કરોડ યુવાનોની પડખે કૉંગ્રેસનો કાર્યકરો ઊભો રહેશે. દોઢ કરોડ યુવા આ આંદોલનનું નેતૃત્વ કરશે અને કૉંગ્રેસ પાર્ટી તેમની પીઠબળ બનશે. તો બીજી તરફ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતના નિર્ણય કેવા તૈયાર છે. પરંતુ સત્રની કામગીરી હોવાના કારણકે વ્યસ્તતા રહેલી છે. જેથી સત્ર બાદ સંચાલકો અને વાલીઓ સાથે સરકાર બેઠક કરી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતના સુમેળભર્યો નિર્ણય કરવા તૈયાર છે.જેને લઈ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પડી રહેલા મુશ્કેલીઓને વહેલી તકે હલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સત્ર પૂર્ણ થયા બાદ તરત સરકાર વાલીઓ સાથે બેઠક કરી યોગ્ય નિણર્ય કરશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details