ગાંધીનગર : દિલ્હીમાં થયેલા નિર્ભયાકાંડમાં પટિયાલા હાઉસ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. ગુરૂવારે વહેલી સવારે તમામ આરોપીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યાં હતાં, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ફાંસી પર લેવાયેલા નિર્ણયને આવકાર્યો હતો. આવું કોઈપણ કૃત્ય કરનારની વિરૂદ્ધમાં આ સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું.
નિર્ભયા આરોપીઓને ફાંસી બાબતે CM રૂપાણીએ શુું કહ્યું?
દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડમાં પટિયાલા હાઉસ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. ગુરૂવારે વહેલી સવારે તમામ આરોપીઓને ફાંસીને માંચડે લટકાવી દેવામાં આવ્યાં હતાા.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ફાંસીના નિર્ણયને આવકાર્યો હતો, જ્યારે આવું કોઈપણ કૃત્ય કરનારની વિરૂદ્ધમાં આ સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું પણ નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આપ્યું હતું...
CM વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ આ આરોપીઓને ફાંસી ઉપર લટકાવવાની ઈચ્છા રાખતો હતો. 7 વર્ષના સંકલ્પો બાદ એક દિવસ આવ્યો છે. તમામ આરોપીઓને ફાંસી આપી દીધા બાદ સમગ્ર દેશમાં એક સારો અનુભવ છે તથા દેશને તમામ મહિલાઓને સન્માન મળે તે બાબતે પણ CM વિજય રૂપાણી નિવેદન આપ્યું હતું..
ઉલ્લેખનીય છે કે, તમામ આરોપીઓને ફાંસીની સજા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે આવનારા દિવસોમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય ન કરે તે માટે પણ આ સર્વશ્રેષ્ઠ હોવાનું નિવેદન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.