ગુજરાત

gujarat

ETV Bharat / city

ધો.1થી 5ના શૈક્ષણિક સત્રના દિવસો ઘટાડાશે, રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા - શૈક્ષણિક સત્રના દિવસો

દિવાળી વેકેશન (Diwali Vacation) બાદ ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાનું સરકારનું આયોજન છે. ડિસેમ્બર મહિનામાં સ્કૂલો શરૂ થાય તેવું આયોજન છે, ત્યારે ધો.1થી 5ના વર્ગોનું અઠવાડિયાનું શૈક્ષણિક સત્ર (Academic Session) 6ની જગ્યાએ 4 દિવસ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

ધો.1થી 5ના શૈક્ષણિક સત્રના દિવસો ઘટાડાશે, રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા
ધો.1થી 5ના શૈક્ષણિક સત્રના દિવસો ઘટાડાશે, રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા

By

Published : Nov 9, 2021, 10:48 PM IST

  • વર્ગ 1થી 5ના શૈક્ષણિક સત્રના દિવસમાં કરાશે ઘટાડો
  • 1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા
  • સરકારે સ્કૂલો શરૂ કરવા મામલે કમિટી રચવાની જાહેરાત કરી હતી

ગાંધીનગર: ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ (Students of standard 1 to 5) માટે સ્કૂલો શરૂ કરવાને લઈને શિક્ષણ પ્રધાને તૈયારી દર્શાવી દીધી છે અને તેને લઈને કમિટીની રચના કરવાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ (Online Education)થી કંટાળી ગયા છે, જેથી આ બાબતે સરકાર પણ ડિસેમ્બરમાં સ્કૂલો (Schools) શરૂ કરવા વિચારણા કરી રહી છે. સાથે જ શિક્ષણ માટેના અઠવાડિયાના દિવસો ઘટાડવામાં આવશે.

વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી લેવાશે નિર્ણય

સ્કૂલો શરૂ કરવા અલગ-અલગ રાજ્યો પાસેથી પણ આ મુદે માહિતી મંગાવવામાં આવી હતી. ત્યારબાદ 31 ઓક્ટોબરે શિક્ષણ પ્રધાને સ્કૂલો શરૂ કરવા બાબતે તજજ્ઞોની કમિટી રચવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, જેથી આ કમિટી દ્વારા જ વીકમાં સ્ટડીમાં દિવસો ઘટાડવામાં આવશે.

સ્કૂલો જલદી શરૂ કરવાની વાલીઓની માંગ

ઘણા પેરેન્ટસની ફરિયાદ પણ સરકાર સુધી પહોંચી છે કે આગામી સમયમાં જલદી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલો શરૂ કરવામાં આવે. કોરોના હજુ ગયો નથી અને વિદ્યાર્થીઓ 2 વર્ષ જેટલા સમયગાળાથી ઘરે જ શિક્ષણ મેળવી રહ્યા છે માટે નિયમોને આધિન બાળકોને યોગ્ય વાતાવરણ મળી રહે તે હિતમાં નિર્ણય કરવામાં આવશે.

સ્કૂલો દિવાળી વેકેશન બાદ શરૂ થશે

ધોરણ 6થી 12ની સ્કૂલો શરૂ થયા બાદ ધોરણ 1થી 5ના વર્ગો ડિસેમ્બરમાં શરૂ થાય તેવી શક્યતા રહેલી છે. સ્કૂલો દિવાળી વેકેશન બાદ શરૂ થશે. અત્યારથી જ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. વીકમાં સ્ટડીમાં દિવસનો ઘટાડો ઉપરાંત ઓફલાઈન વર્ગમાં જોડાતા તેમને ઓફલાઈન શિક્ષણમાં રસ પડે અને યોગ્ય વાતાવરણ મળી રહે તે તમામ બાબતે કમિટીમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો:Labh Pancham 2021: સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ આજે ધંધા-વેપારના ફરી કર્યા શ્રીગણેશ, લગ્ન સિઝનમાં 5,000 કરોડના વેપારની આશા

આ પણ વાંચો: Laabh Panchmi : ભુજની જથ્થાબંધ બજારમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે કાંટા પૂજન કરવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details