ગુજરાત

gujarat

ETV Bharat / city

ફરી એક વાર પલળવા થઈ જાઓ તૈયાર, આ 5 દિવસ વરસાદની આગાહી - રાહત કમિશનરે આપી સૂચના

ગાંધીનગરમાં ઈમરજન્સી સેન્ટર ખાતે (Gandhinagar Emergency Center) વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting) યોજાઈ હતી. અહીં રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત (Rainfall forecast in Gujarat) કરવામાં આવી હતી. તો ક્યારે અને ક્યાં કેટલો વરસાદ પડશે આવો જાણીએ.

ફરી એક વાર પલળવા થઈ જાઓ તૈયાર, આ 5 દિવસ વરસાદની આગાહી
ફરી એક વાર પલળવા થઈ જાઓ તૈયાર, આ 5 દિવસ વરસાદની આગાહી

By

Published : Jun 22, 2022, 9:19 AM IST

Updated : Jun 22, 2022, 11:22 AM IST

ગાંધીનગરઃ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં ઈમરન્જેસી સેન્ટર (Gandhinagar Emergency Center) ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૃપની બેઠક (Weather Watch Group Meeting) યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ૫ડવાની સંભાવના (Rainfall forecast in Gujarat) છે. જ્યારે વલસાડ જિલ્લામાં 24થી 26 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

રાહત કમિશનરે આપી સૂચના - રાહત કમિશનરે વરસાદની (Instruction given by the relief commissioner) આગાહી મુજબ, નવસારી જિલ્લામાં 1 તથા અન્ય જિલ્લાઓમાં NDRF અને SDRFની ટીમોને મૂકવા સૂચન કર્યું હતું.

કેટલી વાવણી થઈ -કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 20 જૂન સુધીમાં અંદાજિત 10,24,422 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન 6,89,472 લાખ હેક્ટર વાવેતર થયું હતું. તો આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 11.87 ટકા વધુ વાવેતર થયું છે.

આ પણ વાંચો-Monsoon Bhavnagar 2022 : નદીઓમાં નવા નીરના વધામણાં, જિલ્લામાં કુલ વરસાદ કેટલો વરસ્યો જાણો

પાણીની ક્ષમતા -સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 1,49,972 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 44.89 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,88,241 MCFT પાણીનો સંગ્રહ છે. તે કુલ સંગ્રહશક્તિના 33.72 ટકા છે. હાલમાં રાજ્યમાં 2 જળાશયો વોર્નિંગ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની દમણગંગા નદીમાં વરસાદના કારણે પાણીની સારી આવક થઈ છે.

આ પણ વાંચો-Rains in Valsad : પારડી બ્રિજ પર જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી

કયા વિભાગના અધિકારીઓ રહ્યા હાજર -આ બેઠકમાં NDRF, SDRF, ઊર્જા, માર્ગ અને મકાન, આરોગ્ય, વન વિભાગ, CWC, ઈસરો સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, જાણો - વડોદરામાં 0.06 MM, સુરતમાં 68.6 MM, વલસાડમાં 75 MM, દમણમાં 80 MM, ભાવનગરમાં 2.4 MM, પોરબંદરમાં 0.8 MM, રાજકોટમાં 0.5 MM, વેરાવળમાં 0.2 MM, દિવમાં 1 MM, મહુવામાં 5 MM.

Last Updated : Jun 22, 2022, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details