- 3 માર્ચના રોજ રજૂ થશે બજેટ
- બજેટની કાર્યવાહી કરાઈ પૂર્ણ
- વિધાનસભા ગૃહમાં નીતિન પટેલ 9મી વખત રજૂ કરશે બજેટ
ગાંધીનગર : રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલ 3 માર્ચ એટલે કે બુધવારના દિવસે ગુજરાત વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવાના છે, ત્યારે બજેટ રજૂ થાય તેની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ સૌનું બજેટ હશે.
દર વર્ષે બજેટમાં નવું હોય છે, એ વર્ષે પણ હશે
રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે નવા નવા પ્રોજેક્ટનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવી જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષના બજેટમાં કે જે 3 માર્ચના રોજ બુધવારને ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે, ત્યારે આ બજેટમાં પણ નવું જ બજેટ તૈયાર કરવામાં આવી દેવાયું છે. બજેટની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને બજેટ બૂક પણ છપાઇ ગઇ છે. આવતીકાલે રજૂ થનારી બજેટ એ ગુજરાતના વ્યક્તિ માટેનું વ્યક્તિનું અને સૌનું બજેટ હશે.