ગુજરાત

gujarat

ETV Bharat / city

રવીપાકની સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે : નીતિન પટેલ - irrigation of sun crops

ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો દ્વારા રવીપાક લેવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ રવીપાકમાં પાણીની જરૂર હોવાથી રાજ્ય સરકારે નર્મદા મુખ્ય કેનાલથી વધુમાં વધુ પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે.

નીતિન  પટેલ
નીતિન  પટેલ

By

Published : Nov 26, 2020, 3:57 AM IST

  • રાજ્યમાં રવીપાક માટે પાણી છોડવામાં આવશે
  • રવીપાક વધુ થાય તેવુ સરકારનું આયોજન
  • ઉતર ગુજરાત માટે પણ વ્યવસ્થા કરાઈ

ગાંધીનગર : રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો દ્વારા રવીપાક લેવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ રવીપાકમાં પાણીની આવશ્યકતા હોવાથી રાજ્ય સરકારે નર્મદા મુખ્ય કેનાલમાંથી વધુમાં વધુ પાણી ખેડૂતોને સિંચાઈ માટે મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે. જ્યારે બુધવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, રાજ્યના ખેડૂતો રવીપાકમાં વધુને વધુ પાકનું વાવેતર કરી શકે તે માટે ગત વર્ષ કરતાં પણ વધુ પાણી આપવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના ખારીકટ કેનાલમાં પણ છોડાશે પાણી

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને માટે રાજ્ય સરકારે અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર તથા ખારીકટ નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે નર્મદા યોજનાની મુખ્ય નહેર પર સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે 980 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રવીપાકની સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે : નીતિન પટેલ

કોને કેટલો લાભ થશે?

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર કમાન્ડ યોજના વિસ્તારના દસ્ક્રોઇ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાઓના આશરે 25,000 હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટ નહેર યોજના કમાન્ડ વિસ્તારના બારેજા, દસ્ક્રોઇ અને માતર તાલુકામાં આશરે 2,800 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી તાત્કાલિક અસરથી છોડવામાં આવ્યું છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને રવીપાક માટે 15 માર્ચ 2020 સુધી સિંચાઇના પાણીનો લાભ મળશે.

ઉત્તર ગુજરાત માટે પણ નિર્ણય

ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ પાઇપલાઇનથી જે તળાવો સીધા જોડાયેલા છે, તેમાં ખેડૂતોની માંગણી મુજબ અને નિયમોનુસાર કાર્યવાહી કરી તળાવો ભરી આપવામાં આવશે.

ગત વર્ષ કરતા વધુ પાણી આપવામાં આવશે

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતા આ વર્ષે નર્મદા સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક થઈ છે. જેથી આ વર્ષે ગત વર્ષ કરતા વધુ પાણી છોડવામાં આવશે જેથી રાજ્યના ખેડૂતો વધુમાં વધુ રવીપાકનું વાવેતર કરી શકે.

ABOUT THE AUTHOR

...view details