ગાંધીનગરઃ દેશભરમાં આજે (સોમવારે) રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન (Presidential Election 2022) શરૂ થઈ ગયું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ ચૂંટણીમાં પોતાનો મત (CM vote for Presidential Election 2022) આપ્યો હતો. સાથે જ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય સી. જે. ચાવડાએ પણ મતદાન કર્યું હતું.
વિધાનસભા ખાતે વિશેષ વ્યવસ્થા - મહત્વનું છે કે, દેશના 15મા રાષ્ટ્રપતિ માટે આજે મતદાન (Presidential Election 2022) થઈ રહ્યું છે. NDA તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર દ્રોપદી મુર્મુ છે. જ્યારે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર યશવંત સિન્હા છે. તેવામાં ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યોના મતદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં બેલેટ પેપરના માધ્યમથી ધારાસભ્યો મતદાન કરશે. ગુજરાતમાંથી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં 178 ધારાસભ્યો મતદાન કરવાના છે.
ચૂંટણી પંચની પેનથી જ કરી શકાશે મતદાન -રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે ચૂંટણી પંચે જે પેન આપી છે. તે જ પેનથી મતદાન કરવું ફરજિયાત છે. જો અન્ય પેનથી મતદાન કરાશે તો તે મદ રદબાતલ ગણાશે. આ માટે તમામ તમામ ધારાસભ્યોને ચૂંટણી પંચે સૂચના આપી છે. મતદાન કેન્દ્ર ઉપર સૂચના પણ સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. જ્યારે ગુજરાત વિધાનસભાના સંકુલમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા કે લોકસભાના એક પણ સાંસદો મતદાન નહીં કરે.
સાંસદો અહીં નહીં કરી શકે મતદાન - ગુજરાત વિધાનસભાના શાસક પક્ષના દંડક પંકજ દેસાઈએ (Pankaj Desai Leader of Gujarat Legislative Assembly) ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભા ખાતે યોજાનારી મતદાન પ્રક્રિયામાં ફક્ત ધારાસભ્યો જ મતદાન કરશે. જ્યારે લોકસભા અને રાજ્યસભાના સાંસદો દિલ્હી ખાતે મતદાન કરશે અને ગુજરાતમાં મતદાન કરશે. તો આવી કોઈ પણ પ્રકારની અગાઉથી સૂચના આવી નથી, જેથી તમામ સાંસદો દિલ્હી ખાતે જ મતદાન કરશે. જ્યારે ભાજપના 111, કૉંગ્રેસના 63 ધારાસભ્યો, NCPના 1, BTPના 2 અને અપક્ષ ધારાસભ્ય આજે (સોમવારે) મતદાન કરશે. આ ઉપરાંત 4 બેઠક ખાલી છે. આમ, 182માંથી ફક્ત 178 ધારાસભ્યો મતદાન કરશે.