ગુજરાત

gujarat

ETV Bharat / city

Voter Aadhar number link : 4 સપ્ટેમ્બર 2022 કેલેન્ડરમાં નોંધી લો આ તારીખ, શરુ થશે ઝૂંબેશ - Aadhar Link Camp

મતદારયાદીમાં નોંધાયેલા વર્તમાન મતદારો સ્વૈચ્છિક રીતે પોતાના આધાર નંબરની જાણ કરી શકશે. મતદારો આધાર નંબર લિંક (Voter Aadhar number link) કરી શકે તે માટે 4 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં વિશેષ કેમ્પ (Aadhar Link Camp ) યોજવામાં આવશે. પંચે સ્પષ્ટતા કરી છે કે મતદાર ઓળખપત્ર સાથે આધાર નંબર લિંક કરાવવું કે નહીં તે સ્વૈચ્છિક છે.

Voter Aadhar number link : 4 સપ્ટેમ્બર 2022 કેલેન્ડરમાં નોંધી લો આ તારીખ, શરુ થશે ઝૂંબેશ
Voter Aadhar number link : 4 સપ્ટેમ્બર 2022 કેલેન્ડરમાં નોંધી લો આ તારીખ, શરુ થશે ઝૂંબેશ

By

Published : Jul 8, 2022, 9:25 PM IST

Updated : Jul 8, 2022, 9:49 PM IST

ગાંધીનગર- દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સહભાગીતાપૂર્ણ ચૂંટણીઓનું સંચાલન કરતું ભારતનું ચૂંટણી પંચ ( Election Commission of India ) સમય સાથે કદમ મિલાવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અને નવીન વ્યવસ્થાઓ થકી સમગ્ર પ્રક્રિયાને સરળ અને સુગમ બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે.ત્યારે લોકશાહીની સૌથી મોટી તાકાત એવા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા વધે અને મતદારલક્ષી સુવિધાઓમાં વધારો થાય તેવા નિર્ધાર સાથે જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ દ્વારા વિવિધ સુધારા (Voter registration rules) પણ કરવામાં આવે છે. મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારયાદીને ક્ષતિરહિત કરવા આ વર્ષે વર્તમાન મતદારો પોતાના આધાર નંબરની જાણ (Voter Aadhar number link)કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ ઝૂંબેશ (Aadhar Link Camp ) હાથ ધરવામાં આવનાર છે.

આધાર નંબર લિંક કરાવવા માટે ફોર્મ 06(બી) ભરવાનું રહેશે-ચૂંટણી પંચ ( Election Commission of India ) દ્વારા કરવામાં આવેલા સુધારા પૈકી નોંધાયેલા મતદારો તથા નવા નોંધવામાં આવનાર મતદારો પોતાનો આધાર નંબર ઉમેરી શકે તે માટે કલમ 23માં સુધારો(Voter registration rules) કરવામાં આવ્યો છે. મતદાર નોંધણી નિયમો, 1060ની કલમ 26(બી) મુજબ દરેક વ્યક્તિ કે જેનું નામ મતદારયાદીમાં ઉમેરાયેલું છે તે કલમ 23(5)ની જોગવાઈ મુજબ નવું દાખલ થયેલ ફોર્મ 06(બી) ભરી પોતાના મતદાર ઓળખ પત્ર સાથે આધાર નંબર લિંક (Voter Aadhar number link)કરાવી શકશે. ચૂંટણી પંચ દ્વારા એ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મતદાર ઓળખપત્ર સાથે આધાર નંબર લિંક કરાવવું કે નહીં તે મતદાર સ્વૈચ્છિક રીતે નક્કી કરશે. આધાર નંબર લિંક ન કરાવનાર કોઈપણ મતદારનું નામ મતદારયાદીમાંથી કમી કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Voter List Reform Process : કચ્છ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં 78 હજારથી વધુ ફોર્મ ભરાયા

અધિકારીઓને તાલીમ અપાઈ ગઇ-તાજેતરમાં જ અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે યોજાયેલી મતદાર નોંધણી અધિકારીઓ, નાયબ ચૂંટણી અધિકારીઓ અને સિસ્ટમ સુપરવાઈઝર્સની તાલીમ પ્રસંગે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર. કે. પટેલ દ્વારા નોંધાયેલા મતદારોના આધાર નંબર લિંક (Voter Aadhar number link)કરવા માટે નવા દાખલ કરવામાં આવેલા ફોર્મ 06(બી) અંગે વિસ્તૃત (Voter registration rules) માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પુરાવા તરીકે આધાર કાર્ડ ફરજીયાત નથી

1 ઓગસ્ટ 2022થી ઝૂંબેશ શરૂ કરવામાં આવશે-17 જૂન, 2022ના જાહેરનામામાં દર્શાવ્યા અનુસાર મતદાર તરીકે નોંધાયેલા દરેક વ્યક્તિ પોતાના આધાર નંબરની જાણ કરી શકે છે. જેના માટે ચૂંટણી પંચ( Election Commission of India ) દ્વારા નોંધાયેલા મતદારો પાસેથી આધાર નંબર એકત્રિત કરવા માટે સંભવિત રીતે આગામી 1 ઓગસ્ટ 2022થી ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે રાજકીય પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહયોગથી મતદારોને આ સબંધે જાગૃત (Voter registration rules) કરવામાં આવશે. સાથે જ સંભવતઃ 4 સપ્ટેમ્બર રવિવારના રોજ (Aadhar Link Camp ) સમગ્ર રાજ્યમાં અને ત્યારબાદ દરેક જિલ્લામાં મહિનાના જે રવિવારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી નિશ્વિત કરે તે દિવસોમાં મતદારો આધાર નંબર મતદાર ઓળખપત્ર સાથે લિંક (Voter Aadhar number link)કરી શકે તે માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે.

ક્યાંથી મળશે ફોર્મ 06(બી) -જેનું નામ મતદારયાદીમાં નોંધાયેલું છે તેવા મતદારોએ આધાર નંબર લિંક (Aadhar Link Camp ) કરાવવા માટે ફોર્મ 06(બી) ભરવાનું રહેશે. જે ચૂંટણી પંચની( Election Commission of India ) વેબસાઈટ www.eci.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદાર ઑનલાઈન પોર્ટલ કે મોબાઈલ ઍપ મારફત ફોર્મ 06(બી) ભરી આધાર કાર્ડ સાથે લીંક કરેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો વન ટાઈમ પાસવર્ડ દાખલ કરી સ્વપ્રમાણિત (Voter registration rules) કરી શકશે. સંજોગાવશાત્ આ પ્રક્રિયામાં તકનિકી ચૂકના કારણે સ્વપ્રમાણિત ન થઈ શકે તો મતદાર જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ 06(બી)) જમા કરાવી શકશે. આ ઉપરાંત મતદાર નોંધણી અધિકારી અને બુથ લેવલ ઑફિસર પાસેથી ફોર્મ 06(બી) મેળવી આધાર નંબર (Voter Aadhar number link) નોંધાવી શકાશે.

Last Updated : Jul 8, 2022, 9:49 PM IST

ABOUT THE AUTHOR

...view details