ગાંધીનગર: આખરે ગાયક વિજય સુવાળાએ આમ આદમી પાર્ટી (Vijay Suvala Resigns From AAP) સાથે છેડો ફાડીને ભાજપનો પાલવ (Vijay Suvala Joins BJP) પકડ્યો છે. ઇસુદાન ગઢવી વિજય સુવાળાને મળવા જાય તે પહેલાં તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા હતા. આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP Pradesh Office Kamalam) ખાતે વિજય સુંવાળાએ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
રાતનો ભૂલેલો સવારે પરત ફર્યો - વિજય સુંવાળા
વિજય સુવાળા સિવાય પણ અનેક કલાકારો ભાજપ સાથે જોડાયા છે. આજે વિજય સુવાળાએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. કહેવાય છે કે, ભાજપમાંથી વિજય સુવાળાને તેડું આવ્યું હતું.વિજય સુવાળાએ આ પ્રસંગે કહ્યું હતું કે, રાતનો ભૂલેલો હું પોતાના ઘરે પરત ફર્યો છુ. મને ભાજપમાં સકારાત્મક વાઈબ્સ (Vijay Suvala About BJP) મળે છે. મારી 3 પેઢીઓ ભાજપ સાથે જોડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે બાળકો પણ જોડાયેલા છે. સંગઠનની દ્રષ્ટિએ ભાજપ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મને દિકરા તરીકે માને છે. આ સંગઠનના ઉપયોગ થકી હું લોક હિતકારી કાર્યો (Gujarat Assembly Election 2022) કરીશ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મને સન્માન સાથે પક્ષમાં આવકાર્યો છે.
આ પણ વાંચો:Vijay Suvada join BJP: AAPના ભુવાજીએ કેસરિયો ધારણ કર્યો